કાગળની ડિશમાંથી બનાવો એક્વેરિયમ - Sandesh
  • Home
  • Kids Corner
  • કાગળની ડિશમાંથી બનાવો એક્વેરિયમ

કાગળની ડિશમાંથી બનાવો એક્વેરિયમ

 | 2:05 am IST

આજે તમને બનાવતા શીખવીશું કાગળની ડિશમાંથી એક્વેરિયમ. તે માટે આપણને જોઈશે બે મોટા કદની કાગળની રંગીન પ્લેટ, એક ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક રેપર, રંગીન ક્રાફ્ટ પેપર, નાના વાદળી રંગના સ્ટોન સ્ટિક, નાના શંખ અને છીપલાં, ફેવિકોલ, કાતર.

સૌ પ્રથમ રંગીન ક્રાફ્ટ પેપર લો. તેમાંથી બે માછલી આકાર કાપો. હવે એક રંગીન પેપર પ્લેટ લો. ત્યારબાદ કાપેલી માછલીને તે પ્લેટમાં ઉપરના ભાગે ચોંટાડો.

ત્યારબાદ એક લીલા રંગનું ક્રાફ્ટ પેપર લઈ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઘાસ આકારમાં કાપો અને તેને માછલીની નીચેના ભાગમાં ચોંટાડો. ત્યારબાદ તમારી પાસે જે નાના શંખ અને છીપલાં હોય તેને ફેવિકોલની મદદથી ઘાસની આજુબાજુ ચોંટાડો.

હવે વાદળી રંગના ત્રણ સ્ટોનના ગોળાકાર ચાંદલા લો. ચાંદલાને માછલીના મોઢા આગળથી લઈ ઉપર સુધી લાઈનમાં ચોંટાડો. હવે બીજી એક પેપર પ્લેટ લો.

તેના વચ્ચેના ભાગને કાપીને કિનારીવાળો ગોળાકાર ભાગ રહેવા દો. તે પછી ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક રેપર લો. તેની કિનારી વાળી પેપર પ્લેટ પર ફેવિકોલથી ચોંટાડી પ્લેટને કવર કરો.

ત્યારબાદ તે પ્લેટને બીજી માછલી લગાવીને તૈયાર કરેલી પ્લેટ પર ચોંટાડો. તૈયાર છે તમારું મિની પેપર એક્વેરિયમ. તેને તમે તમારા રૂમની દીવાલ પર લગાવી શકો છો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન