ઓટો ડ્રાઈવરે રિક્ષાને બનાવી 'સ્કોર્પિયો' જેવી, એવું નસીબ ખુલ્યું.... જાણીને દંગ રહી જશો - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ઓટો ડ્રાઈવરે રિક્ષાને બનાવી ‘સ્કોર્પિયો’ જેવી, એવું નસીબ ખુલ્યું…. જાણીને દંગ રહી જશો

ઓટો ડ્રાઈવરે રિક્ષાને બનાવી ‘સ્કોર્પિયો’ જેવી, એવું નસીબ ખુલ્યું…. જાણીને દંગ રહી જશો

 | 6:18 pm IST

પોતાની ઓટોને મહિન્દ્રા સ્કોર્પિયો જેવી બનાવનાર ડ્રાઈવરે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આમ કરવાથી તેનું નસીબ બદલાઈ જશે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ ઓટો ડ્રાઈવરને શોધ્યો અને તેને થ્રી વ્હીલરની જગ્યાએ ફોર વ્હીલરની એક ભેટ પણ આપી. ડ્રાઈવરની આ સ્કોર્પિયોના દેખાવવાળી ઓટોને હવે મહિન્દ્રાના મ્યુઝિયમમાં જગ્યા મળવાની છે.

વાત જાણે એમ હતી કે 19મી માર્ચના રોજ મુંબઈના રહીશ અનિલે પોતાના ટ્વિટર હેન્ડલથી એક ઓટોની તસવીર પોસ્ટ કરી હતી. આ ઓટો પાછળથી મહિન્દ્રા સ્કોર્પિયોની જેમ કસ્ટમાઈઝ્ડ કરવામાં આવી હતી. અનિલે પોતાની ટ્વિટમાં આનંદ મહિન્દ્રાને ટ્વિટ કરતા લખ્યું કે આ તસવીર બતાવે છે કે ભારતના રસ્તાઓ પર સ્કોર્પિયો ડિઝાઈન કેટલી પ્રખ્યાત છે. આ માણસ(ડ્રાઈવર)નું મોટુ સપનું સાકાર કરવાની આ અનોખી રીત છે.

અનિલની આ ટ્વિટનો આનંદ મહિન્દ્રાએ તરત જવાબ આપતા તેનો આભાર વ્યક્ત કર્યો હતો અને અનિલે જે ઓટોનો ફોટો ટ્વિટ કર્યો હતો તે ડ્રાઈવરને ટ્રેક કરવામા તેની મદદ પણ માંગી. વાત જાણે એમ હતી કે આનંદ આ ઓટોને પોતાના મ્યુઝિયમમાં જોવા માંગતા હતાં અને તેના બદલે તેઓ તે ડ્રાઈવરને ફોરવ્હીલરની ભેટ આપવા માંગતા હતાં.

આખરે દોઢ મહિનાની મહેનત બાદ આનંદને સફળતા મળી. બુધવારે તેમણે ટ્વિટ કરીને પોતાની ખુશી શેર કરતા કહ્યું હતું કે આખરે તેમની ટીમે આ થ્રી વ્હીલર સ્કોર્પિયોના ઓટો ડ્રાઈવરને શોધ્યો જેનું નામ સુનિલ છે. સુનિલ કેરળના એક આંતરિયાળ ગામના રહીશ છે. કોચ્ચિમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના રિજિયોનલ સેલ્સ મેનેજર સુરેશકુમારે આનંદને ટેગ કરતા આ જાણકારી શેર કરી હતી. આનંદ મહિન્દ્રાએ પોતાના વચનને પૂરું કરતા સુનીલને મહિન્દ્રા સુપ્રો મિની વેન ભેટમાં આપી હતી.

આનંદે પણ ક્રિએટિવ ઓટો ડ્રાઈવર સુનીલની એક તસવીર શેર કરી જેમાં સુનીલ નવી નક્કોર ગાડી મેળવીને ખુબ ખુશ જોવા મળ્યો હતો.