નાકામના બટનને ફેંકવાની જગ્યાએ તેનો રિયૂઝ કરીને આ રીતે સજાવો ઘર - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • નાકામના બટનને ફેંકવાની જગ્યાએ તેનો રિયૂઝ કરીને આ રીતે સજાવો ઘર

નાકામના બટનને ફેંકવાની જગ્યાએ તેનો રિયૂઝ કરીને આ રીતે સજાવો ઘર

 | 12:28 pm IST

ઘરે નકામની વસ્તુંનો રિયૂઝ કરવો તે પણ એક કળા છે. નકામની વસ્તુંને રિયૂઝ કરીને તમે તમારી ક્રિએટિવિટીથી ઘરને સજાવી શકો છો. જુના કપડામાંથી તૂટેલા બટનને તમે બેકાર સમજીને ફેંકી દો છે. પંરતું આ બટનથી તમે તનારી ક્રિએટેટીવિટી બતાવી શકો છો. તેમજ ઘરે પડેલા બેકાર બટનથી તમે ઘણી બધી સુંદર વસ્તુંઓ બનાવી શકો છો. તમે આ બટનનો ઉપયોગ કરીને જુની ઘડિયાળ, ફોટો ફ્રેમ, પોટ્સ, ફ્લાવર ફ્રેમ સિવાય પણ ઘણી બધી વસ્તુંને ડેકોરેટ કરી શકો છો. તેનાથી તમને તમારી ક્રિએટીવિટી બતાવવાની તક મળશે અને બેકાર સમજીને ફેંકી દેતા બટનન પણ કામમાં આવશે. આજે જણાવીશું કે બટનનો ઉપયોગ કરીને તમે કેવી રીતે ઘરને અલગ રીતે સજાવી શકો છો.


બટનથી ઘરને સજાવવા માટે ફ્લાવર પોર્ટ, સ્પંજ અથવા ફોમ, બટન (અલગ અલગ સાઈઝ અને કલરમાં), ઝીણા તાર, કાતર, ગુંદર, ફોટો ફ્રેમ જેવી વસ્તુંઓ જોઈશે.

– ફ્લાવર પોર્ટ બનાવવાની રીત :

1. સૌથી પહેલા તારને 4-6 ઈંટના નાના ટુકડાઓ કરવા. તેના પછી વાયરને યૂ શેપમાં વાળી લો.

2. હવે તેમાં બટન લગાવતા જાવ. પહેલા નાના અને પછી મોટા બટનને તારમાં નાખીને ફીટ કરી દો.

3. તેના પછી આ તારના ટુકડાને સ્પંજ અથવા ફોમ ઉપર લગાવી દો. હવે તેને પોર્ટ પર લગાવી દો.

– આર્ટ પીસ બનાવવા માટેની રીત :

1. કોઈ પણ જુના ફ્લાવર પોર્ટનો ફોટો અથવા પેપર લેવું

2. તેના પછી તેના પર ગુંદરની મદદથી તેને ચોંટાડી દો.

3. તે સૂકાય જાય પછી તેને ઘરની અંદર સોફાના કોર્નર પર મૂકી શકો છો.

– ફોટો ફ્રેમ બનાવવાની રીત :

1. ફોટો ફ્રેમની સાઈડ પર ગુંદરની મદદથી રંગબેરંગી બટનો ચોંટાડીને તેને સૂકવવા મુકવું.

2. પછી તેમાં ફોટો લગાવીને ઘરમાં તમે તેને કોઈ પણ જગ્યા પર મૂકીને સજાવી શકો છો.