ક્રેડિટ સોસાયટીના ભૂતપૂર્વ મેનેજરની ઈડી દ્વારા ધરપકડ - Sandesh
  • Home
  • Mumbai
  • ક્રેડિટ સોસાયટીના ભૂતપૂર્વ મેનેજરની ઈડી દ્વારા ધરપકડ

ક્રેડિટ સોસાયટીના ભૂતપૂર્વ મેનેજરની ઈડી દ્વારા ધરપકડ

 | 12:23 am IST

। મુંબઈ ।

શેલ કંપનીઓને તેમના ભૂતિયા ટ્રાન્ઝેકશન્સ કરવામાં મદદ કરી રૂપિયા ૧૨૦ કરોડ દેશ બહાર મોકલી દેવાના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે(ઇડી) રેણુકા માતા મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ અર્બન ક્રેડિટ સોસાયટીના ભૂતપૂર્વ મેનેજર મચ્છીન્દ્ર ખાડેની ધરપકડ કરી તેની સામે મનીલોન્ડરિંગનો ગુનો નોંધ્યો હતો. શનિવારે તેને સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે તેને ચાર દિવસની કસ્ટડી આપી હતી. ઇડીના અધિકારીઓ હવે આ કેસમાં તેની સાથે અન્ય કેટલા જણ સંકળાયા છે એ જાણવા તેની પૂછપરછ કરી રહ્યા છે.

થોડા વખત પહેલાં ડી.બી.માર્ગ પોલીસ સ્ટેશનમાં રૂપિયા ૨,૦૦૦ કરોડના મનીલોન્ડરિંગનો કેસ નોંધાયો હતો. એ કેસમાં આરોપીની તપાસ કરતા મળેલી વિગતોના આધારે રેણુકા માતા મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ અર્બન ક્રેડિટ સોસાયટીનો તેમાં સહભાગ હોવાનું જણાઈ આવ્યું હતું. તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું કે યોગેશ્વર ડાયમન્ડ, શ્રી ચારભુજા ડાયમન્ડ અને કણીકા જેંમ્સે ગેરરીતોઓ આચરી વિદેશ નાણા મોકલાવ્યા હતા. આરોપીઓએ ૨૦૧૩-૧૪માં ઓપેરા હાઉસની ઇન્ડસિન્ડ બેન્કમાં ખોટા બિલો રજૂ કરી ગેરરીતિ આચરી રૂપિયા ૨૦૦૦ કરોડ ફોરેન આઉટવર્ડ રેમિટન્સ તરીકે હોંગકોંગના વિવિધ એકાઉન્ટમાં મોકલાવ્યા હતા. એ કેસમાં ઇડીએ હોંગકોંગની બે કંપનીઓ રઘુકુલ ડાયમન્ડના પ્રતિનિધિ સંજય જૈન અને સ્કાય લાઇટ કંપનીના સૌરભ પંડિતની ધરપકડ કરી હતી.

;