Crichian Mitchell Told The Court That Rakesh Asthana Had Threatened To Make Life Hell
  • Home
  • Featured
  • હેલિકોપ્ટર સોદાના વચેટીયા મિશેલનો રાકેશ અસ્થાનાને લઈને કર્યો સનસનાટીપૂર્ણ દાવો

હેલિકોપ્ટર સોદાના વચેટીયા મિશેલનો રાકેશ અસ્થાનાને લઈને કર્યો સનસનાટીપૂર્ણ દાવો

 | 7:59 pm IST

ઓગષ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કેસમાં કથિત વચેટિયા ક્રિશ્ચિયમ મિશેલે દિલ્હીએની એક અદાલતમાં સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, સીબીઆઈના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થ્હાનાએ દુબઈમાં તેની સાથે મુલાકાત કરી હતી. મિશેલે કહ્યું હતું કે, અસ્થાનાએ ધમકી આપી હતી કે, જો તે આ કૌભાંડમાં તપાસ એજન્સીને અનુરૂપ નહીં ચાલે તો તેની જીંદગી નર્ક બનાવી દેવામાં આવશે.

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના કથિત વચેટીયા ક્રિશ્ચિયન મિશેલે દિલ્હી કોર્ટમાં દાવો કર્યો કે સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ દુબઈમાં મળ્યા હતા અને મને ધમકી આપી કે જો મેં સીબીઆઈનું કહેવું ન માન્યુ તો તેઓ જેલમાં મારૂ જીવન નર્કાગાર બનાવી દેશે. તેણે કહ્યું કે મારી પડોશના કેદી છોટા રાજન હતા. મને તો સમજાતું નથી કે મેં એવો તો કયો ગુનો કર્યો કે સેંકડો લોકોનો હત્યારા છોટા રાજનની બાજુમાં મને રખાયો છે. મિશેલે કોર્ટને એવું પણ કહ્યું કે 16-17 કાશ્મીરી અલગાવવાદી નેતાઓ સાથે મને જેલમાં રખાયો છે. મિશેલે સ્પેશિયલ જજ અરવિંદ કુમાર સમક્ષ આ બયાન આપ્યું હતું.

તિહાર જેલમાં ઈડી મિશેલની પૂછપરછ કરશે

સ્પેશિયલ જજ અરવિંદ કુમારે દિલ્હીની તિહાર જેલમાં ઈડીને મિશેલની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. ઈડીને હજુ બીજા બે દિવસ મિશેલની પૂછપરછ કરવાની પણ મંજૂરી મળી છે. આગામી બે દિવસમાં ઈડીની પૂછપરછ દરમિયાન જેલના એક અધિકારી તથા મિશેલના વકીલ હાજર રહેશે. મિશેલે કોર્ટને એવું પણ જણાવ્યું કે તિહાર જેલમાં મને માનસિક યાતના અપાઈ હતી. કોર્ટે મિશેલના આ આક્ષેપની નોંધ લઈને તિહાર જેલના અધિકારીઓને સીસીટીવી ફૂટેજ તથા મિશેલને જે આધારે હાઈ સિક્યુરીટી વોર્ડમાં ખસેડાયા તેના રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો.

દિલ્હીની સ્પેશિયલ કોર્ટે ઈડીની અરજી પર જવાબ રજૂ કરવાનો જેલ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે તથા મિશેલને મંગળવારે કોર્ટમાં રજૂ કરવા માટે પ્રોડક્શન વોરન્ટ પણ જારી કકર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન