cricket commentator every Indian must know Hindi sparking controversy
  • Home
  • Sports
  • Cricket
  • ભાષાને લઈને કોમેન્ટ્રી આપનારે કરી એવી વાત, સોશિયલ મીડિયા પર વિવાદનો મધપુડો છંછેડાયો

ભાષાને લઈને કોમેન્ટ્રી આપનારે કરી એવી વાત, સોશિયલ મીડિયા પર વિવાદનો મધપુડો છંછેડાયો

 | 2:06 pm IST

ગુરૂવારે કર્ણાટક અને વડોદરા વચ્ચે રણજી ટ્રોફી મેચ દરમિયાન એક વિવાદ વકરી ઉઠ્યો છે. વાત જાણે એમ છે કે મેચ દરમિયાન હિંદીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. મેચની લાઇવ કમેન્ટ્રી દરમિયના કમેંટેટરે કહ્યું કે ભારતીય લોકોને હિંદીતો આવડવી જ જોઈએ કેમકે હિંદી આપણી માતૃભાષા છે. આનાથી મોટી કોઈ ભાષા હોઈ શકે નહી.

બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનાર મેચ દરમિયાન જાણીતા કોમેન્ટ્રી આપનાર સુશીલ દોષીએ કહ્યું કે મને આ તથ્ય ગમ્યુ કે સુનીલ ગાલસ્કર હિંદીમાં કોમેન્ટ્રી આપે છે હું પણ કોમેન્ટ્રી કરૂ છુ. અને આ ભાષાનું બહુમુલ્ય યોગદાન આપી રહ્યો છુ. મને એ પણ સારૂ લાગ્યુ કે તે ડોટ બોલને બિંદી બોલ કહે છે.કોમેન્ટ્રી આપી રહેલ રાજેન્દ્ર અમરનાથે કહ્યું કે હિંદુસ્તાનીને હિંદી આવડવી જ જોઈએ. આ આપણી માતૃભાષા છે, આનાથી મોટી કોઈ ભાષા ન હોઈ શકે.

આના પર સુશીલ દોશીએ કહ્યું કે વાસ્તવમાં એ લોકો પર મને ખુબજ ગુસ્સો આવે છે જે લોકો આવી વાતોમાં પડે છે આપણે ક્રિકેટના ખેલાડી છીએ તો પણ હિંદી બોલીએ છીએ અરે ભાઈ આપણે ભારતમાં રહીએ છીએ, તો ભારતની ભાષા જ બોલીશું ને આમાં ગર્વ લેવાની શું વાત છે તે સમજાતું નથી.

આ ટિપ્પણી પછી તો સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ ગયો. કેટલાક કોમેંટેટર્સે આ વાત પર સવાલ ઉઠાવ્યા એકે આ વાતને જ હાસ્યાસ્પદ ગણાવ્યું તો કેટલાકે કહ્યું કે તમારો અભિપ્રાય બીજા પર થોપી ન શકો.

પાછળથી અમરનાથે પોતાની વાતમાં સ્પષ્ટતા કહેતા કહ્યું કે હું આ દેશમાં બોલાતી તમામ ભાષાઓનું સન્માન કરૂ છુ. જો મારી ટિપ્પણીથી કોઈને દુખ થયુ હોય તો હું માફી માંગુ છુ.

આ વીડિયો જુઓ: નવસારી શહેરની સુંદરતા વધારવા 50 લાખના ખર્ચે 2 બાગો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન