Cricket Fans Trolled BCCI after cancelled IND vs SA T20 Match
  • Home
  • Sports
  • Cricket
  • INDvsSA: પહેલી T20 મેચ રદ થતા ફેન્સ વિફર્યા, BCCIને આડે હાથ લેતા કહ્યું- જ્યારે વરસાદ…

INDvsSA: પહેલી T20 મેચ રદ થતા ફેન્સ વિફર્યા, BCCIને આડે હાથ લેતા કહ્યું- જ્યારે વરસાદ…

 | 8:59 am IST

રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્યે ત્રણ ટી20 મેચ સિરીઝની પહેલી મેચ ધર્મશાળામાં રમાવાની હતી પરંતુ વરસાદના કારણે તે રદ થઈ હતી. જોકે ભારત અને દ.આફ્રિકા વચ્ચે પહેલી ટી20 મેચ રદ થવાના કારણે ક્રિકેટ ફેન્સમાં જોરદાર નારાજગી જોવા મળી રહી છે.

પહેલી ટી20 રદ થતા ફેન્સે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ(BCCI)ને આડે હાથ લેતા સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. મેચ રદ થતા ક્રિકેટ ફેન્સે બીસીસીઆઈની પ્લાનિંગ પર સવાલ ઉઠાવ્યા છે. ગઈકાલે મેચ શરૂ થતા પહેલા ભારે વરસાદ તથા મેદાનમાં પાણી ભરાયા હતા. વરસાદ બંધ થતા ગ્રાઉન્ડ સ્ટાફ મેદાનમાંથી પાણી કાઢવા લાગ્યું. પરતું ટોસના ઠીક પહેલા વરસાદ ફરી શરૂ થયો અને સાંજે લગભગ 7 વાગ્યા પછી જબરદસ્ત રીતે વધ્યો હતો. જેના પછી ધોધમાર વરસાદ ચાલું રહેતા અંતે મેચ રદ કરવામાં આવી.

જ્યારે બીસીસીઆઈએ તેના ટ્વિટર એકાઉન્ટ પર મેચ રદ કરવાની માહિતી આપી તો ફેન્સે જબરદસ્ત ટ્રોલિંગ શરૂ કરી. કેટલાક ફેન્સે તો એમ પણ કહ્યું કે બીસીસીઆઈએ મોસમને જોતા યોગ્ય પગલા કેમ ન ભર્યા અને એવી જગ્યાએ મેચનું આયોજન કરવાની જરૂર શું હતી જ્યાં વરસાદ છે. ઉપરાંત એક ફેન્સે બીસીસીઆઈ પર આટલી જલ્દી મેચ રદ કરવાના નિર્ણય પર પણ સવાલ ઉભા કર્યા હતા. આ સિવાય કેટલાક ફેન્સે બીસીસીઆઈને તેના વર્તન પર સવાલ ઉઠાવી ટ્રોલ કર્યું હતું.

આ વીડિયો પણ જુઓ: જાણો કેવી રીતે ભૈરવ પર થઈ વૈષ્ણોદેવીની કૃપા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન