ગૌતમ ગંભીર: એવો ક્રિકેટર જે 'અજેય' કેપ્ટન રહ્યો અને જેને બનાવી રાખ્યો બ્રેડમેન-કાલિસ જેવો રેકોર્ડ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ગૌતમ ગંભીર: એવો ક્રિકેટર જે ‘અજેય’ કેપ્ટન રહ્યો અને જેને બનાવી રાખ્યો બ્રેડમેન-કાલિસ જેવો રેકોર્ડ

ગૌતમ ગંભીર: એવો ક્રિકેટર જે ‘અજેય’ કેપ્ટન રહ્યો અને જેને બનાવી રાખ્યો બ્રેડમેન-કાલિસ જેવો રેકોર્ડ

 | 9:28 am IST

ક્રિકેટર ગૌતમ ગંભીરે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી છે. ગંભીર પાછલા બે વર્ષથી ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે. તે અંતિમ વખત નેશનલ ટીમ તરફથી 2016માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં રમી રહ્યો છે. તેમને 58 ટેસ્ટ મેચ રમી અને 4145 રન બનાવ્યા. આમાં નવ શતક અને 22 અર્ધશતક સામેલ છે. આ દરમિયાન તેની એવરેજ 41.95ની રહી. તેમને 147 વનડે મેચોમાં પણ ભારતીય પ્રતિનિધિત્વ કર્યું અને 39.68ની એવરેજથી 5238 રન બનાવ્યા.

ગૌતમ ગંભીરને વર્લ્ડ ટી-20 2007 અને 2011 વર્લ્ડકપ ફાઈનલમાં તેમની શાનદાર ઈનિંગને લઈને હંમેશા યાદ કરવામા આવશે. તેમને આ બંને ફાઈનલમાં ક્રમશ: 57 અને 97 રનોની ઈનિંગ રમી હતી. આમ ગંભીરની બંને શાનદાર ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ બંને ફાઈનલ ઉપર કબ્જો જમાની ખિતાબી જીત મેળવી હતી.

ગંભીરે સતત પાંચ ટેસ્ચ મેચોમાં પાંચ શતક ફટકારી છે. ગંભીર ઉપરાંત આ કારનામાને અંજામ આપનારા બેટ્સમેનોમાં ડોન બ્રેડમેન, જેક કાલિસ અને મોહમ્મદ યુસુફનું નામ સામેલ છે.

ગૌતમ ગંભીરે સતત ચાર ટેસ્ટ સિરીઝમાં 300થી વધારે રન બનાવ્યા. તેમને આ કારનામું વર્ષ 2008થી 2009થી વચ્ચે કર્યો. ગંભીરે શ્રીલંકા પ્રવાસ પર 310 રન, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘરેલૂ સિઝનમાં 463, ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ઘરેલૂ સિરીઝમાં 361 અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર 445 રન બનાવ્યા હતા.

ગૌતમ ગંભીરે આઈપીએલમાં કોલકાતા નાઈટરાઈડર્સની કિસ્મત બદલી નાંખી. તેના નેતૃત્વમાં જ આ ટીમ બે વખત આઈપીએલ ચેમ્પિયન બની હતી.

ભારતીય ટીમ ગૌતમ ગંભીરની કેપ્ટનસીમાં ક્યારેય મેચ હારી નથી. તેમને ટીમ ઈન્ડિયાની કેપ્ટનસી 6 વનડે મેચોમાં કરી અને ટીમ ઈન્ડિયાએ તે બધી મેચોમાં જીત મેળવી હતી.

2009માં ગંભીર શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો અને તે ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન બની ગયો હતો. આ વર્ષે તેને આઈસીસી ટેસ્ટ પ્લેયર ઓફ ધ એવોર્ડથી પણ સન્માનિત કરવામા આવ્યો હતો. ગંભીરે વર્ષ 2008માં ભારત તરફથી વનડેમાં સૌથી વધારે શતક અને રન બનાવ્યા હતા. વર્ષ 2008માં ભારતીય રાષ્ટ્રપતિએ ગંભીરને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન