cricket icc responsible for world cup matches wash out
  • Home
  • Sports
  • Cricket
  • ICCની મોટી લાપરવાહી, કેટલીય ટીમોનું વર્લ્ડ કપ જીતવાનું સપનુ રહી જશે અધુરું

ICCની મોટી લાપરવાહી, કેટલીય ટીમોનું વર્લ્ડ કપ જીતવાનું સપનુ રહી જશે અધુરું

 | 11:48 am IST

2019નો વર્લ્ડ કપ તો પાણી પાણી થઈ ગયો. શરૂઆતની 18 મેચોમાંથી 4 મેચ તો વરસાદનાં કારણે રદ કરવામાં આવી છે. આ વરસાદનો શિકાર ભારતની ટીમ પણ થઈ ચૂકી છે. એવામાં ફરી એકવાર ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસી પર સવાલ ઉભા થયાં છે. સૌથી મોટી લાપરવાહી એ છે કે આટલી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરતી વખતે સ્થળ અને વાતાવરણનું થોડુ પણ વિચારવામાં ન આવ્યું. હાલત એ થઈ ગઈ છે શરૂઆતમાં જ વરસાદને લઈને રદ થતી મેચોનો તો રેકોર્ડ બની ગયો છે. આ પહેલા 1992માં અને 2003માં બે બે મેચો રદ થઈ હતી.

ખેલાડીથી માંડી દર્શકો સુધી બધાની સ્થિતિ વરસાદને લઈને કફોડી છે. દર્શકો માંડ માંડ જ્યા મેચની મજા લેવાની શરૂઆત કરે ત્યાં જ વરસાદ તેની મજા બગાડી નાખતો જોવા મળે છે. ટુંકમાં મોટામાં મોટી સમસ્યા એ છે કે એક ટીમનો દાવ આવી ગયો અને બીજી ટીમનો બાકી હોય એ સમયમાં જો મેચ રદ થાય તો ટીમને પોઈન્ટ ભેગા કરવામાં મોટી મુશ્કેલી ઉભી થાય છે. એટલે કે વરસાદને લઈને પોઈન્ટનાં તો સમીકરણ જ સમુળતા ફરી જાય છે.

આ ચાર મેચો પર પડ્યો વરસાદનો પ્રભાવ

પાકિસ્તાન VS શ્રીલંકા
બાંગ્લાદેશ VS શ્રીલંકા
દક્ષિણ આફ્રિકા VS વેસ્ટઈન્ડિઝ
ભારત VS ન્યુઝીલેન્ડ

2017ની હાલત પરથી કંઈ ન શીખ્યું આઈસીસી

ઈંગ્લેન્ડમાં 2017માં ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યુ હતું ત્યારની હાલત જોઈને પણ આઈસીસી કશું ન શીખ્યું અને 2019માં ફરીથી આટલી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરી નાખ્યું. 2017માં 10થી પણ વધારે મેચો પર વરસાદનો પ્રભાવ પડ્યો હતો.

આટલી વસ્તુ પર પડે છે સીધી અસર

પિચની તૈયારી, ટીમ રીકવરી, ટ્રાઈવેલિંગ, એકોમોડેશન, ટુર્નામેન્ટ સ્ટાફ, વોલેન્ટિયર, મેચનાં અધિકારીઓ અને સૌથી મોટીવ તકલીફ કે દર્શકો કેટલે દુરથી સફર કરીને માત્ર મેચ જોવા માટે મોંઘુ ટિકિટ ભાડુ ખર્ચીને આવતા હોય છે. એ લોકોને પણ કેટલી મોટી નુકસાની ભોગવવાનો વારો આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન