Cricket India vs south africa Second Twenty20 match live Score
  • Home
  • Sports
  • Cricket
  • કોહલીની ‘વિરાટ’ ઇનિંગથી ટીમ ઇન્ડિયાએ સર્જ્યો ઇતિહાસ, સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું

કોહલીની ‘વિરાટ’ ઇનિંગથી ટીમ ઇન્ડિયાએ સર્જ્યો ઇતિહાસ, સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું

 | 6:32 pm IST

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ મેચોની ટી-20 સિરીઝની બીજી મેચ રમાશે. ધર્માશાળામાં રમાનાર પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ હતી. ભારતે અત્યાર સુધીમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ઘરેલૂ મેદાન પર એક પણ ટી-20 મેચ જીતી નથી. ટીમ ઇન્ડિયા અહિંયા પ્રથમ મેચ જીતવા મેદાનમાં ઉતરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 18 સપ્ટેમ્બર (બુધવાર)આજે રમાશે. આ મેચ મોહાલાની પંજાબ ક્રિકેટ એસોસિએશન આઇએસ બિંદ્રા સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ટીમે બુધવારે મોહાલીમાં બીજી ટી-20 મેચમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટથી માત આપી ત્રણ મેચોની સિરીઝમાં 1-0થી અજેય લીડ મેળવી લીધી છે. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલ સાઉથ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતે 19 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી 151 રન બનાવી લીધા અને આ મેચ પોતાના નામે કરી લીધી. આ મેચનો હિરો વિરાટ કોહલી રહ્યો જેણે 52 બોલમાં 72 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા 12 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે શિખર ધવન પણ 40 રન બનાવીને આઉટ થયો હતો.

ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલ સાઉથ આફ્રિકાની ટીમને 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. ભારતને આ મેચ જીતવા માટે 150 રનનો ટાર્ગેટ છે. સાઉથ આફ્રિકાની શરૂઆત ઠીકઠાક રહી હતી અને પ્રથમ વિકેટ માટે કેપ્ટન ક્વિંટન ડિ કોક અને રીઝા હેંડ્રિક્સ વચ્ચે 31 રનની ભાગીદારી થઇ હતી. ચોથી ઓવરમાં દીપક ચહરએ સાઉથ આફ્રિકાને પ્રથણ ઝડકો આપ્યો હતો. ચહરએ હેંડ્રિક્સને વોંશિગ્ટન સુંદરના હાથે કેચ આઉટ કરાવી પેવેલિયન ભેગો કરી દીધો હતો. હેંડ્રિક્સ 6 રન બનાવી આઉટ થયો હતો.

સાઉથ આફ્રિકાની ટીમને 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા જેના જવાબમાં 5.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 45 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી (11 રન) અને શિખર ધવન (19 રન) ક્રિજ પર છે. એંડિલ ફેહલુક્વાયોએ રોહિત શર્માને 12 રન પર એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો.

ટીમ ઇન્ડિયાએ ટોસ જીતી લીધો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. આમ સાઉથ આફ્રિકા આજની મેચની શરૂઆત બેટિંગથી કરશે.


ટી-20 ઇન્ટરનેશન: સાઉથ આફ્રિકા ભારતમાં

1. 2 ઓક્ટોબર 2015: ધર્મશાળા- સાઉથ આફ્રિકા 7 વિકેટથી જીત્યું
2. 5 ઓક્ટોબર 2015: કટક- સાઉથ આફ્રિકા 6 વિકેટથી જીત્યું
3. 8 ઓક્ટોબર 2015: કોલકાતા- મેચ રદ્દ
4. 15 સપ્ટેમ્બર 2019: ધર્મશાળા- મેચ રદ્દ

બુધવારે ટી-20 સિરીઝની મેચ મોહાલીના પીસીએ આઇએસ બિંદ્રા સ્ટેડિયમમાં રમાશે. આ ગ્રાઉન્ડ પર ભારતે ક્યારેય ટી-20 મેચ હારી નથી. 2009-2016 દરમિયાન ભારતે અહિંયા બે મેચ રમી છે અને બંન્ને જીતી છે. સાઉથ આફ્રિકી ટીમ પ્રથમવાર મોહાલીમાં ટી-20 મેચ રમશે.

ચી-20 ઇન્ટરનેશનલ: મોહાલીમાં ટીમ ઇન્ડિયા

1. 12 સપ્ટેમ્બર 2009: ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું.
2. 27 માર્ચ 2016: ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું.

ટીમ આ પ્રકારે છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કપ્તાન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહલ, ખલીલ અહેમદ, દિપક ચહલ અને નવદીપ સૈની.

સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (કેપ્ટન), રાસી વેન ડર ડુસૈન, ટેમ્બા બાવુમા, જુનિયર ડાલા, બ્યોર્ન ફોટુઇન, બેયૂરાન હેડ્રિક્સ, રીજા હેડ્રિક્સ, ડેવિડ મિલર, એરીક નોર્ત્જે, એન્ડિલ ફેહલુકવેયો, ડ્વેન પ્રેટોરિયસ, કાગિસો રબાડા, તબ્રેઝ શમજી, જોર્જ લિંડે.

આ વીડિયો પણ જુઓ : પંજાબમાં ચાર વર્ષની બાળકીને ચોરવાનો નિષ્ફળ પ્રયાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન