હરભજન સિંહે મોહમ્મદ કૈફ પાસેથી માગ્યું 'ઉધાર', મળ્યો આવો જોરદાર જવાબ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • હરભજન સિંહે મોહમ્મદ કૈફ પાસેથી માગ્યું ‘ઉધાર’, મળ્યો આવો જોરદાર જવાબ

હરભજન સિંહે મોહમ્મદ કૈફ પાસેથી માગ્યું ‘ઉધાર’, મળ્યો આવો જોરદાર જવાબ

 | 1:45 pm IST

પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ અને હરભજન સિંહ ફિલ્ડ પર પ્રેક્ટિસ વખતે જેટલી મસ્તી કરે છે, તેટલી મસ્તી ફિલ્ડ સિવાય પણ કરતા રહે છે. પહેલા મસ્તી ફિલ્ડ પર થતી હતી પરંતુ હવે સોશિઅલ મીડિયા દ્વારા થાય છે. કૈફ અને હરભજન ટ્વીટર પર હંમેશા એક્ટિવ પણ રહે છે અને એકબીજાની મશ્કરી કરવામાં કોઈ મોકો છોડતા નથી.

શનિવારે કૈફે હરભજન શાથે પણ આવું જ કંઇક કર્યું હતું. હકીકતમાં, હરભજન સિંહે મોહમ્મદ કૈફ સાથે મસ્તી કરતા ફિલ્મ ‘છોટે સરકાર’નું ગીત લખ્યું અને ‘ચુમ્મા ઉધાર’ માંગ્યો હતો. તેના પર કૈફે એક મજેદાર જવાબ પણ આપ્યો હતો.

હરભજન સિંહે તેની અને કૈફની એક તસવીર પોસ્ટ કરી. તેમાં કૈફ અને હરભજન એક બીજાને કિસ કરી રહ્યા છે. આ તસવીરને શેર કરતા ભજ્જીએ લખ્યું, ‘એક કિસ તું મને ઉધાર દઈ દે’ પછી હરભજને કહ્યું કૈફ ભાઈસાહબ તમે જયારે પાસે હોવ છો તો મજા આવે છે, હવે આ ગીતને પૂરું કરો.

હરભજનના જવાબમાં કૈફે પણ એક તસવીર પોસ્ટ કરી હતી. તેમાં તેણે લખ્યું કે, ‘ઉધાર ફક્ત 80-90 વર્ષના લોકોને આપવામાં આવે છે અને એ પણ તેમના માતા-પિતાને પૂછીને. કૈફે વધુમાં લખ્યું ‘પ્યારે ભજ્જી, વધારે કિસ લેવા માટે રાહ જોવી પડશે. તમને મળવું હંમેશા ગુડ લાગે છે.