ક્રિકેટમાં Me TOO : હવે લસિથ મલિંગા પર આરોપ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટમાં Me TOO : હવે લસિથ મલિંગા પર આરોપ

ક્રિકેટમાં Me TOO : હવે લસિથ મલિંગા પર આરોપ

 | 1:16 am IST

। મુંબઈ ।

જાતીય શોષણ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન # Me TOOમાં એક પછી એક પ્રસિદ્ધ વ્યક્તિઓના નામ બહાર આવી રહ્યા છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા બાદ હવે લસિથ મલિંગા પર પણ જાતીય શોષણનો આરોપ લાગ્યો છે. મલિંગા પર આ આરોપ ભારતની પ્લેબેક સિંગર ચિન્મયી શ્રીપદાએ લગાવ્યો છે.

ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા શ્રીપદાએ એક અજાણી યુવતીની વાતને જણાવી છે. તેમાં આરોપ લગાવ્યો છે કે, કેટલાક વર્ષ પહેલાં આઈપીએલ દરમિયાન મુંબઈની એક હોટેલમાં મલિંગાએ તે યુવતી સાથે દુર્વ્યવહારનો પ્રયાસ કર્યો હતો. તેણે ટ્વિટર પર જે નિવેદનને શેર કર્યું છે તેમાં લખ્યું છે કે, હું મારું નામ જાહેર કરવા માગતી નથી. કેટલાક વર્ષો પહેલાં આઈપીએલ વખતે મુંબઈની એક હોટેલમાં મારી મિત્રને શોધી રહી હતી. અચાનક મલિંગા મને મળ્યો હતો અને કહ્યું કે, મારી ફ્રેન્ડ તેના રૂમમાં છે. હું મલિંગાના રૂમમાં ગઈ ત્યારે ત્યાં કોઈ નહોતું. મલિંગાએ મને બેડ પર નાખી હતી. હું તેની ચુંગાલમાંથી છૂટવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ સફળતા મળી નહોતી. દરમિયાન ડોરબેલ વાગતાં હોટેલનો સ્ટાફ અંદર આવ્યો ત્યારે હું બહાર નીકળી ગઈ હતી. મને ખ્યાલ છે કે, લોકો કહેશે કે, તે જાણીતો ચેહરો છે અને હું જાણી જોઈને તેની પાસે ગઈ હોઈશ. જોકે, મલિંગાએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.