ક્રિકેટ પીચ કેવી રીતે બને છે? - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS

ક્રિકેટ પીચ કેવી રીતે બને છે?

 | 1:49 am IST

ક્રિકેટ રમત લગભગ દરેક બાળકોને પ્રિય હોય છે, ક્રિકેટનું નામ સાંભળવામાં આવે એટલે બાળકોને મજા પડી જાય, એમાંય જો બાળકોના મનપસંદ ખેલાડીએ ક્રિકેટમાં સારો સ્કોર કર્યો હોય તો આપણે ખુશ થઇ જતા હોઇએ છીએ, અને જો તેણે નબળો સ્કોર કર્યો હોય તો નિરાશ પણ થવાય છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે ખેલાડીના સ્કોર તેની પીચ ઉપર પણ આધાર રાખતા હોય છે. આ પીચ કઇ રીતે બને તે વિશે આજે આપણે થોડંુ જાણી લઇએ. ક્રિકેટની વાતોમાં ઘણીવાર પીચ સારી હતી એટલે વધુ રન થયા, પીચ નબળી હતી એટલે બોલર ફાવ્યો નહીં એવી બાબતો સાંભળવા મળે છે. બોલર અને બેટ્સમેનની સફળતા પર અસર કરનારી પીચ એટલે બેટ્સમેન અને બોલર વચ્ચેની જમીનનો પટ્ટો. રમત શરૂ કરતાં પહેલા પીચનું નિરીક્ષણ પણ કરવામાં આવે છે. ક્રિકેટના ગ્રાઉન્ડમાં પીચ ખાસ પ્રકારે બનાવવામાં આવે છે. તેમાં સૌથી નીચે પથ્થરોનો થર, ત્યારબાદ કાંકરા અને માટીના થર અને તેની ઉપર ટોપ સોઈલ નામની માટીનો પાંચ ઈંચ જાડો થર પાથરવામાં આવે છે. ટોપ સોઈલની પીચને વરસાદથી બચાવવા તેની ઉપર પ્લાસ્ટિક પાથરી રાખવામાં આવે છે. ભેજ ન હોય ત્યારે પીચનો ઉપરનો પોપડો સખત હોય છે. આવા સમયે દડો ટપ્પો ખાઈને વધુ ઝડપથી ઉછળે છે. તેને બાઉન્સ થયો કહેવાય છે. ભેજવાળી પીચ પર દડો પછડાય ત્યારે ભીની માટીમાં દડો સહેજ ખૂંપે અને પછી ફરી ઉછળીને બહુ ઊંચાઈએ જઈ શક્તો નથી અને ઝડપ પણ ઘટી જાય છે. આ સ્થિતિમાં બેટ્સમેન ફાવી જાય છે. જોકે દડાની ગતિ અને દિશા ઉપર પીચ સિવાય હવાની ઝડપ, દડાનો આકાર અને બોલરની કાબેલિયત પણ અસર કરે છે.