cricket-sachin-tendulkar-shares-video-of-his-first-love-valentine-day wife anjali tendulkar
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટના ભગવાન સચિને કર્યો મોટો ખુલાસો, તેનો પહેલો પ્રેમ પત્ની અંજલિ નથી પણ…

ક્રિકેટના ભગવાન સચિને કર્યો મોટો ખુલાસો, તેનો પહેલો પ્રેમ પત્ની અંજલિ નથી પણ…

 | 8:46 am IST

વેલેન્ટાઇન ડે નિમિત્તે, તમામ ખેલાડીઓએ તેમની ગર્લફ્રેન્ડ્સ અને પત્નીઓ સાથેની તસવીર શેર કરી હતી અને ચાહકોને આ ખાસ દિવસે પણ ખાસ શુભેચ્છા આપી. આ દિવસે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે ફેન્સને જણાવ્યું કે તેની લાઇફમાં પહેલો પ્રેમ કોન છે. તમને જણાવી દઇએ કે સચિને અંજલિ તેંદુલકરથી લગ્ન કર્યા છે. જોકે, તે તેનો પહેલો પ્રેમ નથી અને શુક્રવારે સચિને જણાવ્યું કે તેનો પહેલો પ્રેમ કોણ છે.

સચિને વીડિયો શેર કરીને કર્યો પહેલા પ્રેમની જાહેરાત

તેંદુલકરે ટ્વિટર પર એક વી઼ડિયો શેર કર્યો છે. જેમા તે નેટ સેશનમાં પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યા હતા. નેટ સેશનમાં તે સ્ટ્રેટ ડ્રાઇવ લગાવતા જોવા મળે છે. તેમણે એક વીડિયોના કેપ્શનમાં લખ્યું મારો પહેલો પ્રેમ, ફેન્સ દ્વારા આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને સચિનના વખાણ પણ કરવામાં આવ્યા છે.

બે દશકથી વધારે સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા સચિને 100 સદી ફટકારી છે. આ મામલામાં તેનાથી આગળ કોઇ નથી અને જે બીજા નંબર પર છે તે ખૂબ પાછળ છે. ટેસ્ટ ક્રિકેટમાં 51 અને વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 49 સદી ફટકારી છે.

એક વખત ફરીથી ઓપનિંગ કરતા દેખાશે સચિન

સચિન ઓસ્ટ્રેલિયામાં બુશફાયરમાં મુકાબલા બાદ એક વખત ફરીથી બેટિંગ કરશે.અને આ વખતે તે અને વીરેન્દ્ર સહેવાગની સાથે ઓપનિંગ કરતા જોવા મળશે. એટલું જ નહીં આ બન્ને દિગ્ગજ જે ટિમ વિરુદ્ગ ઓપનર મેદાન પર ઉતરવા જઇ રહ્યા છે. તેની કમાન પણ વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાના હાથમાં હશે.

આ પણ જુઓ :CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન