cricket shoaib akhtar on katrina kaif salman khan shahrukh khan
  • Home
  • Entertainment
  • Bollywood
  • શોએબ અખ્તરનો મોટો ખુલાસો, કહ્યું- કેટરિના એક દિવસ મારી પાસે આવીને મને ગળે પડી ગઈ…

શોએબ અખ્તરનો મોટો ખુલાસો, કહ્યું- કેટરિના એક દિવસ મારી પાસે આવીને મને ગળે પડી ગઈ…

 | 6:31 pm IST

2008માં જ્યારે આઈપીએલની શરૂઆત થઈ ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ પણ તે સમયે ઈન્ડિયન પ્રીમિયર લીગનો એક ભાગ હતા. વિશ્વના સૌથી ઝડપી બોલર શોએબ અખ્તરને કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમમાં સ્થાન મળ્યું હતું. અખ્તરે કોલકાતા તરફથી 3 મેચ રમી હતી અને 5 વિકેટ લીધી હતી. શોએબ અખ્તર આઈપીએલમાં ત્રણ મેચ રમી શક્યો પરંતુ ભારતની સૌથી મોટી લીગમાં તેનો એક મહાન અનુભવ છે. શોએબ અખ્તર ક્રિકેટ ઉપરાંત તેણે બોલિવૂડમાં પણ વર્ચસ્વ જમાવ્યું હતું.

શોએબ અખ્તરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને કમેન્ટેટર રમીઝ રાજા સાથે કેટલીક વાતો શેર કરી હતી. તેનો વીડિયો ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. શોએબ અખ્તરે તે વીડિયોમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને કેટરિના કૈફ વિશે ઘણી મોટી વાતો કહી હતી.

શોએબ અખ્તર કેકેઆરના માલિક અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો મોટો ચાહક છે. તેણે શાહરૂખની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘શાહરૂખ ખૂબ જ સારો વ્યક્તિ છે. તેઓ તમને એક વિશેષ વ્યક્તિ બનાવે છે. તે મને કહેતા કે હું તમારો મોટો ભાઈ છું, હું જે કહું તે તમારે કરવાનું છે. અખ્તરે વધુમાં કહ્યું કે, ‘શાહરૂખે છલાંગ મારીને મને મુક્કો માર્યો હતો. શાહરૂખને ગાલ પર પપ્પી કરવાનો શોખ છે. એકવાર તમે એને મળો પછી તે તમને તમારા પોતાના બનાવી લે છે. ‘

શોએબ અખ્તરે કહ્યું હતું કે, સલમાન ખાન સાથે તેની ખૂબ જ સારી મિત્રતા છે અને તે બોલિવૂડનો દબંગ છે. શોએબે કહ્યું, ‘સલમાન સાથે મારી મોટી મિત્રતા છે. બાંદ્રામાં સલમાન, કેટરીના કૈફ અને સાજિદ નડિયાદવાલા સાથે હતાં. કેટરિના કૈફે ખાવાનું લગાવ્યું. મેં કહ્યું, મારે બાઇક ચલાવવી છે, તે પછી અમે બાઇક પર શાહરૂખના ઘરે ગયા.

શોએબ અખ્તરે કહ્યું કે ‘કેટરિના કૈફ એક દિવસ બેંગ્લોરમાં મારી પાસે આવી હતી. તે આવીને મને ગળે પડી ગઈ. મને કહ્યું કે, તમને અને સલમાનને ન્યૂઝથી દૂર રાખવા અશક્ય છે. હંમેશાં વિવાદમાં રહો છો. શોએબ અખ્તરે કહ્યું કે તે કેટરીના કૈફને દીદી તરીકે બોલાવે છે. .

આ વીડિયો પણ જુઓ: કેડિલા ફાર્માસ્યુટિકલના વધુ 3 કર્મીને કોરોના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન