Cricket South Africa announces T20 and Test teams squad
  • Home
  • Sports
  • Cricket
  • ભારત પ્રવાસ માટે ટી20 અને Test ટીમની દક્ષિણ આફ્રિકાએ કરી જાહેરાત, જાણો કોણે મળી તક

ભારત પ્રવાસ માટે ટી20 અને Test ટીમની દક્ષિણ આફ્રિકાએ કરી જાહેરાત, જાણો કોણે મળી તક

 | 11:30 pm IST

ભારત વિરુદ્ધ આગામી ટી20 ઇન્ટરનેશનલ સિરીઝ અને ટેસ્ટ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી છે. ટી20 સિરીઝ માટે ટીમમાં કેપ્ટનશિપની જવાબદારી ક્વિન્ટન ડી કોકને સોંપવામાં આવી છે. જ્યારે ફાફ ડુ પ્લેસિસ ટી20 ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે.

જોકે ટેસ્ટ સિરીઝ માટે ટીમની કમાન ફાફ ડુ પ્લેસિસના હાથમાં રહેશે. જ્યારે રાસી વેન ડર ડુસાનને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમ અને તેંબા બાવુમાને ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ કહ્યું કે એડન માર્કરમ, થ્યુનિસ ડી બ્રૂન અને લુંગી એનગિડીના નામો પર ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝને લઈને ચર્ચા નથી થઈ જેથી તે ટેસ્ટ સિરીઝ માટે સારી રીતે તૈયારી કરી શકે. આ બન્ને દક્ષિણ આફ્રિકા A તરફથી ભારત A વિરુદ્ધ ચાર દિવસીય મેચમાં ભાગ લેશે.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય 15 સપ્ટેમ્બરે ધર્મશાળામાં રમાશે. ત્યારબાદ 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે.

સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમ :

ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), તેમ્બા બાવુમા, થેઉનિસ ડે બ્રૂયન, ક્વિન્ટન ડી કોક, ડીન એલ્ગર, જુબાયર હમજા, કેશન મહારાજ, એડન માર્કરામ, સેનુરન મુથુસ્વામી, લુંગી એનગિડી, એનરિત નોર્ત્જે, વર્નેન ફિલેન્ડર, જેન પીડટ, કાગિસો રબાડા, રૂડી સેકેન્ડ.

દક્ષિણ આફ્રિકાની ટી20 આંતરરાષ્ટ્રીય ટીમ:

ક્વિન્ટન ડી કોક(કેપ્ટન), રાસી વેન ડર ડુસાન(વાઇસ કેપ્ટન), તેંબા બાવુમા, જૂનિયર ડાલા, જોન ફોર્ચ્યુન, બૂરન હેંડરિક્સ, ડેવિડ મિલર, એનરિચ નોર્ત્જે, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટોરિયસ, કાગિસો રબાડા, તબરેજ શમ્સી, જોન-જોન સ્મટ્સ.

આ વીડિયો પણ જુઓ: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર થતા પાકિસ્તાન બેબાકળું બન્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન