23 સદી ફટકારી 'આ' ક્રિકેટરે સચિન અને કોહલીને છોડ્યા પાછળ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • 23 સદી ફટકારી ‘આ’ ક્રિકેટરે સચિન અને કોહલીને છોડ્યા પાછળ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

23 સદી ફટકારી ‘આ’ ક્રિકેટરે સચિન અને કોહલીને છોડ્યા પાછળ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

 | 5:16 pm IST

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ એશેઝ સીરીઝની ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા ટીમનાં કેપ્ટન સ્ટીવ સ્મિથે પોતાની ટીમ માટે બીજી ઇનિંગ્સમાં અણનમ 102 રનની શાનદાર ઇનિંગ્સ રમી અને ઇંગ્લેન્ડને આ સીરિઝમાં પોતાની પ્રથમ જીત નોંધાવાથી અટકાવી દીધા. આ સાથે જ તે ટેસ્ટ ઇતિહાસનાં એવો પ્રથમ ખેલાડી બની ગયો છે, જેણે સતત 4 વર્ષ 70થી વધુની સરેરાશથી 1000 કે તેથી વધુ રન બનાવ્યા છે.

માત્ર 110 ઇનિંગ્સમાં 23 ટેસ્ટ સદી

આ ઇનિંગ્સ સાથે સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની 23મી સદી નોંધાવી છે અને સૌથી ઓછી ઇનિંગ્સમાં સદી ફટકારવાના લિસ્ટમાં તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનાં ટોન બ્રેડમેને સોથી ઓછી 59 ઇનિંગ્સમાં 23 સદી બનાવી છે. આ લિસ્ટમાં ભારતનાં સુનીલ ગાવસ્કર બીજા સ્થાને છે, જેમણે 109 ઇનિંગ્સમાં આટલી જ સદી ફટકારી છે. ત્યાં જ સચિન તેંદુલકરની વાત કરીએ તો તેણે 123 ઇનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું છે.

વિરાટને પણ છોડ્યો પાછળ

સ્મિથે આ મેચમાં કુલ 178 રન બનાવ્યા છે અને વર્ષ 2017નાં અંત સુધીમાં 76.76ની શરેરાસ સાથે 1305 ટેસ્ટ રન બનાવ્યા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 178 રન બનાવ્યા. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધું સદી આ વર્ષે જ ફટકારી છે. તેણે આ મામલામાં અનય તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. 1 જાન્યુઆરી 2016થી અત્યાર સુધીમાં સૌથી વધુ 10 સદી બનાવી છે. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આ મામલે બીજા ક્રમે છે.