ટી-20 મુંબઈ લીગ: ભારતીય ટીમનો આ બેટ્સમેન ખરીદાયો 7 લાખ રૂપિયામાં

મુંબઈ ટી-20 લીગમાં ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અને સૂર્યકુમાર યાદવને 7-7 લાખ રૂપિયામાં ખરીદાયા હતા. બંને ખેલાડીઓને મુંબઈ નોર્થ અને મુંબઈ નોર્થ ઇસ્ટે પોતાની ટીમના આઇકન ખેલાડી તરીકે સામેલ કર્યા હતા.
મુંબઈ નોર્થ વેસ્ટે રોહિત શર્માને છ લાખ રૂપિયામાં ખરીદી પોતાનો આઇકન પ્લેયર બનાવ્યો હતો. આ લીગ 11થી 21 માર્ચ સુધી વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. શ્રીલંકામાં છથી 18 માર્ચ દરમિયાન ત્રીકોણિય સિરીઝ યોજાનાર છે જેમાં વિરાટને આરામ અપાતાં રોહિતને કમાન સોંપાઈ છે.
આથી રોહિતનું મુંબઈ ટી-20 લીગમાં રમવાની શક્યતા ઓછી છે. મુંબઈ નોર્થ સેન્ટ્રલે શ્રેયસ ઐયરને પાંચ લાખ રૂપિયમાં પોતાની ટીમના આઇકન પ્લેયર તરીકે સામેલ કર્યો છે. અભિષેક નાયરને મુંબઈ સાઉથે પોતાના આઇકન ખેલાડી તરીકે ચાર લાખ રૂપિયા ખર્ચી સામેલ કર્યો છે. સિદ્ધેશ લાડને મુંબઈ સાઉથ સેનટ્રલે ચાર લાખ રૂપિયા ખર્ચી આઇકન પ્લેયર તરીકે સામેલ કર્યો છે. પૃથ્વી શોને