Cricketer Gautam Gambhir Stands Up For Transgenders Dresses As A Woman
  • Home
  • Sports
  • Cricket
  • ગૌતમ ગંભીરે બિંદી લગાવીને પહેર્યો દુપટ્ટો, સત્ય જાણી કરશો સલામ

ગૌતમ ગંભીરે બિંદી લગાવીને પહેર્યો દુપટ્ટો, સત્ય જાણી કરશો સલામ

 | 10:55 am IST

આવું કંઇક પ્રથમવાર બન્યુ છે જ્યારે કોઇ ક્રિકેટરે કિન્નરોના સન્માનને મહત્વ આપ્યું છે, માત્ર આટલું જ નહી, કિન્નર વેશભૂષામાં પોતાને સોશિયલ મીડિયામાં પ્રેઝેન્ટ કર્યો છે. જી હાં, વાત થઇ રહી છે ક્રિકેટર ગૌતમ ગંભીરની.

અનુભવી ક્રિકેટર ગૌતમ ગંભીર સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની સલાહ લોકો સમક્ષ મૂક્વામાં પાછળ નથી. કોઇ પણ પ્રકારની તૈયારી વીના તેઓ પોતાના વાત કહેવી તેમની ખાસિયત છે. સામાજીક મુદ્દાઓ પર તેમની સલાહ સોશિયલ મીડિયા પર વાઇરલ થતી રહે છે.

હાલમાં ગંભીરની તાજા તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે. મજાની વાત એ છે કે, આ તસવીરોમાં તે માથા પર બિંદી લગાવેલ અને દુપટ્ટો ઓઢેલ નજર આવી રહ્યા છે. પ્રથમવાર આ તસવીરો જોઇ લોકો દંગ રહી ગયા, પરંતુ જ્યારે સત્યની ખબર પડી ત્યારે સતત તેમના વખાણ થઇ રહ્યા છે.

ખરેખર, ગૌતમ કિન્નર સમાજ પ્રત્યે પોતાનું સમર્થન આપી રહ્યા છે. આ જ કારણે તેઓ ગત કેટલાક દિવસો પહેલા એક કાર્યક્રમ ‘હિઝડા હબ્બા’ના ઉદઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. ગંભીર જ્યારે આ કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે કિન્નરોએ પોતાની વેશભૂષામાં તૈયાર કરવામા તેમની મદદ કરી અને આથી જ તેમની તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઇ છે. ગંભીરનું માનવું છે કે, કિન્નર સન્માનનાં હકદાર છે.

તમને જણાવી દઇએ કે, ગંભીરે રક્ષાબંધન પર પણ કેટલીક તસવીરો સોશિયલ મીડિયમાં પોસ્ટ કરી હતી. જેમા તે ટ્રાંસજેન્ડર પાસે રખડી બંધાવી રહ્યા છે. ટ્વીટમાં ગંભીરે લખ્યું હતું કે,”આ કોઇ સ્ત્રી કે પુરૂષ હોવાની વાત નથી. આ મનુષ્ય હોવાની વાત છે. ગર્વથી ટ્રાંસજેન્ડર અભિના અહેર અને સિમરન શેખ સાથે રાખડી સ્વરૂપે મારા કાંડા પર તેમનો પ્રેમ. તેઓને મેં આવી રીતે જ સ્વીકારી લીધા છે શું તમે પણ કરશો.”