Birthday: આ ક્રિકેટર જ્યારે પણ સદી ફટકારે ત્યારે ભારત હંમેશા જીતતું જ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • Birthday: આ ક્રિકેટર જ્યારે પણ સદી ફટકારે ત્યારે ભારત હંમેશા જીતતું જ

Birthday: આ ક્રિકેટર જ્યારે પણ સદી ફટકારે ત્યારે ભારત હંમેશા જીતતું જ

 | 3:40 pm IST

પૂર્વ ભારતીય કેપ્ટન ગુંડપ્પા વિશ્વનાથનો આજે (12 ફેબ્રુઆરી, 1949 નારોજ જન્મ થયો હતો) જન્મ દિવસ છે. વિશ્વનાથ વિશે કહેવામાં આવે છે કે, તેમનાથી વધારે સારૂ કોઇ સ્ક્વેયર કટ રમી શકે નહી. 1969થી 1983 સુધી ટેસ્ટ ક્રિકેટ રમનાર આ મહાન ડાબા હાથના ખેલાડીના નામે 91 મેચોમાં 6080 રન અંકિત છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 222 રન છે. તેમણે ટેસ્ટમાં 14 સદી અને 35 હાફ સેંચુરી લગાવી છે. તેમણે ભારત માટે 25 વન-ડે મેચમાં બે હાફ સેંચુરી સહિત 439 રન બનાવ્યા અને તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 75 રહ્યા.

ગુંડપ્પા વિશ્વનાથ તેવા ખેલાડીઓમાં શામેલ છે, જેમને રણજી કરિયરની શરૂઆત ડબલ સેંચુરીથી કરી હતી. તેમણે 1967માં મૈસુર (હવે કર્ણાટક) તરફથી રમતા આંધ્રપ્રદેશ વિરૂદ્ધ 230 રનની ઇનિંગ રમી હતી. આ મેચ વિજયવાડમાં રમાઇ હતી.

ડાબા હાથના બેટ્સમેન વિશ્વનાથે 1969માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કાનપુરમાં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતું. આ મેચની પ્રથમ ઇનિંગમાં તેઓ ખાતું ખોલાવી શક્યા ન હતાં. પરંતુ બીજી ઇનિંગમાં તેમને જોરદાર બેટિંગ કરી હતી અને 25 ચોગ્ગાની મદદથી 137 રન બનાવ્યા હતાં. ડેબ્યૂ મેચમાં ડક અને સેંચુરી (0 અને 137) લગાવનારા તેઓ પ્રથમ ખેલાડી બન્યા.

વિશ્વનાથ વિશે સૌથી રોચક તથ્ય એ છે કે, તેમણે જે પણ ટેસ્ટ મેચમાં સદી ફટકારી તે મેચ ભારત જીતી ગયું. તેમની ડેબ્યૂ મેચ, જેમા તેમણે સદી ફટકારી હતી. તે ડ્રો રહી હતી. તેના પછી તેમણે 136 સદી બનાવી અને તમામમાં ભારત જીતી ગયું.

1979-80 દરમિયાન તેમણે બે ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમની કપ્તાની કરી. જેમા પ્રથમ મેચ ડ્રો રહી હતી, જ્યારે બીજી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ હતી.