Cricketer Hardik Pandya fun with little cute Girl, Video Viral
  • Home
  • Sports
  • Cricket
  • નાની બાળકી સાથે હરફનમૌલા હાર્દિક પંડ્યાની મસ્તી, ધૂમ મચાવી રહ્યો છે આ Funny વીડિયો

નાની બાળકી સાથે હરફનમૌલા હાર્દિક પંડ્યાની મસ્તી, ધૂમ મચાવી રહ્યો છે આ Funny વીડિયો

 | 11:05 pm IST

ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા હાલ વેસ્ટઇન્ડીઝના પ્રવાસે ગઈ ટીમ ઇન્ડિયાનો ભાગ નથી. વર્લ્ડ કપ 2019 બાદ હાર્દિકને વેસ્ટઇન્ડીઝમાં ત્રણે ફોર્મેટની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. જોકે આ બ્રેકને હાર્દિક ખૂબજ એન્જોય કરી રહ્યો છે અને પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરી રહ્યો છે.

હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયોઝ ફેન્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. જે ફેન્સને ઘણા પસંદ આવે છે. તાજેતરમાં હાર્દિક પંડ્યાએ એક ક્યુટ નાની બાળકી સાથે વીડિયો પોસ્ટ કર્યા છે. જે ખૂબજ સુંદર છે. આ વીડિયોમાં હાર્દિક બેબી સિટિંગ અને બાળકી સાથે મસ્તી કરતો દેખાઈ રહ્યો છે.

બાળકી સાથે આ વીડિયો પોસ્ટ કરી હાર્દિકે કેપ્શનમાં લખ્યું કે,‘Babysitting Sunday For #thatcricketguy @jatin_sapru.’ હાર્દિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લખાય ત્યાં સુધી આ વીડિયોને 7 લાખથી વધુ લોકોએ જોયો છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટઇન્ડીઝના પ્રવાસે આ વખતે હાર્દિકના મોટા ભાઇ ક્રુણાલ પંડ્યાને તક આપવામાં આવી હતી. તેને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: ઇસરો માટે 20 ઓગષ્ટનો દિવસ ઐતિહાસિક દિવસ રહ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન