Cricketer Hardik Pandya liked this Model Possibility of getting Married?
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યા લગ્ન કરવાની તૈયારીમાં? આ જાણીતિ મોડલ સાથે ખેલી રહ્યો છે પ્રણય ફાગ

હાર્દિક પંડ્યા લગ્ન કરવાની તૈયારીમાં? આ જાણીતિ મોડલ સાથે ખેલી રહ્યો છે પ્રણય ફાગ

 | 12:26 pm IST

ટીમ ઈન્ડિયાનો ધુંઆધાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેદાન અને તેની બહાર પણ અવારનવાર ચર્ચાનો વિષય બનતો રહે છે. હવે તે એક મોડલને ડેટ કરી રહ્યો હોવાના કારણે ચર્ચામાં આવ્યો છે. એટલુ જ નહીં તેની સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હોવાની ચર્ચા છે.

હાર્દિક પંડ્યા એક મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. થોડા દિવસો પહેલા તે લેકમે ફેશન વીક 2019 દરમિયાન અભિનેત્રી લિસા હેડન સાથે રેમ્પ પર નજરે પડ્યો હતો. આ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે હાર્દિક નચ બલિયે 9ની સ્પર્ધક નતાશા સ્ટાનકોવિકને ડેટ કરી રહ્યો છે. નચ બલિયે એક સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો છે, જેમાં નતાશા ભાગ લઈ રહી છે. હાર્દિકનું નામ આ પહેલા પણ અનેક અભિનેત્રી સાથો જોડાઈ ચુક્યું છે. ઉર્વશી રૌતેલા, એલી એવરામ અને ઇશા ગુપ્તા સાથે હાર્દિકનું નામ પહેલા જોડાઈ ચુક્યું છે.

અહેવાલ પ્રમાણે હાર્દિકે નતાશાની મુલાકાત પોતાના પરિવાર સાથે કરાવી છે. મુંબઈમાં બાન્દ્રામાં યોજાયેલી એક પાર્ટીમાં હાર્દિક પંડ્યા અને નતાશા સાથે હતા, આ પાર્ટીમાં હાર્દિકનો પરિવાર પણ હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન હાર્દિકે પોતાના મોટાભાઈ કૃણાલ અને તેની પત્ની પંખુડી સાથે પણ નતાશાની મુલાકાત કરાવી હતી. નતાશાને લઈને હાર્દિક ખૂબ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નતાશા પ્રસિદ્ધ રેપર બાદશાહના હિટ ગીત ‘ડીજે વાલે બાબૂ’માં જોવા મળી હતી. જે બાદમાં તેણી અનેક ગીતમાં નજરે પડી છે. નતાશા સર્બિયાની રહેવાશી છે. તેનો જન્મ ચોથી માર્ચ 1989ના રોજ થયો છે. નતાશા બિગ બોસ સિઝન 8માં રહી ચુકી છે. ગત દિવસોમાં નતાશા નચ બલિયે શોમાં પોતાના પૂર્વ પ્રેમી અલી ગોની સાથે આવી હતી.

હાર્દિક પંડ્યાની ઓળખ બૉલ્ડ અને બિન્દાસ ખેલાડી તરીકે થાય છે. આઈપીએલથી હાર્દિક ખૂબ ચર્ચામાં આવ્યો હતો. આઈપીએલમાં સારા પ્રદર્શનના જોરે તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. ગત વર્ષે કરણ જોહરના શોમાં તેણે મહિલાઓને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી. તે કેએલ રાહુલ સાથે ‘કૉફી વિથ કરણ’માં સામેલ થયો હતો. શો દરમિયાન મહિલાઓ વિશે અસભ્ય ટિપ્પણી કરવા બદલ તેને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદમાં AMC ક્લાર્કની પરીક્ષામાં હોબાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન