hardik pandyas luck is not favouring him
  • Home
  • Sports
  • Cricket
  • ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાની કિસ્મતે ફરી આપ્યો દગો! બન્યો આ દુર્ભાગ્યપૂર્ણ રેકોર્ડ

ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાની કિસ્મતે ફરી આપ્યો દગો! બન્યો આ દુર્ભાગ્યપૂર્ણ રેકોર્ડ

 | 2:26 pm IST

લાગે છે કે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કિસ્મત સાથ આપતી નથી. ફેક્ટસ તો કઇક એ તરફ જ ઇશારો કરી રહ્યાં છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં તેના નામે એક એવો રેકોર્ડ બન્યો છે, જે કોઇ પણ ખેલાડી તોડવા ઇચ્છશે નહીં.

અગાઉ એશિયા કપ દરમિયાન તે ઘાયલ થયા અને ઓક્ટોબર-નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ, વનડે અને ટી-20થી બહાર થઇ ગયા. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં પણ તે સામેલ થઇ શક્યા નહી.

જોકે વનડે સીરીઝ સુધી તે સાજા થઇ ગયા હતા. પણ ત્યારબાદ એક ટીવી પ્રોગ્રામમ વિવાદિત ટીપ્પણી કરતા તેમની ઘર વાપસી કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી 3 વનડે માટે તેમને સામેલ કરવામાં આવ્યા હતા. પણ છેલ્લી વનડેને બાદ કરતા કોઇપણ મેચમાં તે કઇ ઉકાળી શક્યા નહીં.

છેલ્લી વનડેમાં પંડ્યાએ 45 રન બનાવ્યા અને 4 વિકેટ લિધી. ત્યારબાદ ટી-20 સીરીઝની ત્રણેય મેચોમાં તે અસફળ રહ્યાં હતા. બેટિંગની જો વાત કરવામાં આવે તો તેમણે ટી-20ના પ્રથમ મેચમાં 4 રન બનાવ્યા,

જ્યારે ત્રીજા મેચમાં માત્ર 21 રન બનાવ્યા, તેમજ બીજી મેચમાં તો તેમને બેટિંગની તક પણ ન મળી હતી. બોલિંગનો મોરચો સંભાળતા પણ પંડ્યા ટીમ માટે મોંઘા સાબિત થયા છે. ત્રણ ટી-20 મેચોમાં તેમનો સ્કોર 2/51, 1/36 અને 0/44 રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન