Cricketer Harleen Deol singing video goes viral on Social media
  • Home
  • Sports
  • Cricket
  • જે પુરુષ ખેલાડી ના કરી શક્યા તે મહિલા ક્રિકેટરે કરી બતાવ્યું, અનોખા અંદાજનો Video વાયરલ

જે પુરુષ ખેલાડી ના કરી શક્યા તે મહિલા ક્રિકેટરે કરી બતાવ્યું, અનોખા અંદાજનો Video વાયરલ

 | 1:52 pm IST

આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ હરમનપ્રીત કૌરના ઇજાગ્રસ્ત થયા બાદ ડેબ્યૂ કરનાર મહિલા ખેલાડી હરલીન દેઓલનો એક અનોખો અંદાજ સામે આવ્યો છે. મૂળ પંજાબની આ ખેલાડી તેની શાનદાર બેટિંગ માટે જાણીતી છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર હરલીન દેઓલનો અલગ અવતાર જોઈ તેના ફેન્સ આશ્ચર્ય પામ્યા છે.

આ વાયરલ વીડિયોમાં હરલીન દેઓલ પંજાબી સોન્ગ રેકોર્ડિંગ કરતા નજરે આવી રહી છે. 1 દિવસ પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને લખાય ત્યાં સુધી 1 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયોમાં હરલીન ખૂબ જ સુરીલા અંદાજમાં પંજાબી સોન્ગ ગાઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ ક્રિકેટ પ્રત્યે અટૂટ પ્રેમ હોવાના કારણે હરલીને માત્ર 13 વર્ષની ઉંમરમાં ઘર છોડી દીધું હતું અને હિમાચલ ગઈ હતી. ત્યાં તેને ક્રિકટ રમવાનું શરૂ કર્યું હતું. તેને હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાઈને પ્રોફેશનલ ક્રિકેટની શરૂઆત કરી.

રિપોર્ટ પ્રમાણે ભારત મહિલા ક્રિકેટ ટીમની આ ઓલરાઉન્ડર ખેલાડીએ માત્ર 8 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તેને પોતાના ભાઈ સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ચેલેન્જર્સ ટ્રોફીમાં ઇન્ડિયા રેડ તરફથી રમતા તેને ત્રણ મુકાબલાઓમાં 119 રન બનાવ્યા હતા. ત્યાર બાદ હરમનપ્રીત કોરના ઇજાગ્રસ્ત થતા તેને ટીમ ઇન્ડિયામાં શામેલ કરવામાં આવી. મહિલા આઈપીએલમાં પણ હરલીને તેના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટ્રાયબ્લેઝર ટીમ માટે સતત બે મેચમાં 20-30 રનનો ફાળો આપ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ જિલ્લાના DYSP ડી.ટી કામરિયાની પ્રેસકોન્ફરન્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન