cricketer Irfan Pathan's entry in the Payal and Anurag controversy now
  • Home
  • Entertainment
  • Bollywood
  • પાયલ અને અનુરાગના વિવાદમાં હવે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણની એન્ટ્રી, પાયલે કરી હતી દરેક વાત શેર

પાયલ અને અનુરાગના વિવાદમાં હવે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણની એન્ટ્રી, પાયલે કરી હતી દરેક વાત શેર

 | 3:10 pm IST

અભિનેત્રી પાયલ ઘોષે(Payal Ghosh) ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ(Anurag Kashyap) ઉપર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) ઉપર ડાયરેક્ટરની વિરૂદ્ધ એક અભિયાન શરૂ કરી રહી છે. તે સતત ટ્વિટ કરી ફિલ્મ નિર્માતાને પોતાના નિશાના પર લઈ રહી છે અને વિવિધ ચોંકાવનારા દાવાઓ કરી રહી છે. હવે આ વિવાદમાં તેણે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ (Irfan Pathan)નો પણ ઉલ્લેખ કર્યો છે. પાયલના કહેવા મુજબ અનુરાગ સાથે થયેલા વિવાદ મુદ્દે તેણે ઈરફાન પઠાણ (Irfan Pathan) સાથે વાતચીત કરી હતી.

પાયલ – અનુરાગના વિવાદમાં હવે ઈરફાન પઠાણની એન્ટ્રી

પાયલ ઘોષે (Payal Ghosh) સોશિયલ મીડિયા (Social Media) ઉપર કેટલાક ટ્વિટ કરીને ઈરફાન પઠાણ (Irfan Pathan) સાથે થયેલી પોતાની વાતચીત વિશે જણાવ્યું હતું. પાયલ ઘોષ(Payal Ghosh)ના કહેવા મુજબ તેણે બળાત્કારને લઈને ઈરફાન પઠાણ (Irfan Pathan) સાથે વાત નહોતી કરી. પરંતુ અનુરાગ કશ્યપ (Anurag Kashyap) વિશે ઘણી બધી વાતો કરી હતી. તેણે ટ્વિટ કરીને લખ્યું છે કે, મેં ઈરફાન પઠાણ (Irfan Pathan)ને એ નહોતું જણાવ્યું કે અનુરાગ કશ્યપે (Anurag Kashyap)મારી સાથે રેપ કર્યો. પરંતુ તેમની સાથે થયેલી મારી વાતચીત વિશે મેં ઈરફાન પઠાણ (Irfan Pathan)ને જણાવ્યું હતું. તેને બધો ખ્યાલ હતો. પરંતુ તે હજુ સુધી કંઈ બોલી નથી રહ્યો છે. જો કે તે મારો સારો મિત્ર હોવાનો દાવો કરે છે.

પાયલ ઘોષે (Payal Ghosh) પોતાના ટ્વિટમાં એ વાત ઉપર ભાર દીધો હતો કે તેણે ઈરફાન પઠાણ (Irfan Pathan) સાથે રેપ વિશે કંઈ વાતચીત કરી નથી. બીજા ટ્વિટમાં લખ્યું કે, ઈરફાન પઠાણ (Irfan Pathan)ને ટેગ કરવાનો મતલબ એ નથી કે મને તેમા ઈંસ્ટ્રેસ્ટ છે. પરંતુ તેમની સાથે મેં દરેક વાત શેર કરી હતી. માત્ર એક રેપ વિશે નહોતું કીધું. મને વિશ્વાસ છે કે તે બધુ બતાવશે જે મેં તેને જણાવ્યું હતું.

પાયલનો મોટો ખુલાસો

2014ની એક ઘટના યાદ કરતા પાયલે જણાવ્યું હતું કે, 2014માં હોળીના એક દિવસ પહેલા અનુરાગ કશ્યપે (Anurag Kashyap) મને મેસેજ કર્યો હતો. તે ઈચ્છતો હતો કે હું તેની પાસે આવું. તે સમયે ઈરફાન મારા ઘરે જ હતો. તેની સામે જ મેસેજ આવ્યો હતો. પરંતુ મેં ઈરફાનને કહ્યું હતું કે હું વિનીત જૈન (VineetJain)ના ઘરે જઈ રહી છું. અનુરાગના ઘરે નહીં. આશા વ્યક્ત કરૂ છું કે આ ઘટના તેને યાદ હશે.

આ ટ્વિટ સિવાય પાયલ ઘોષે એ વાતની પણ સ્પષ્ટતા કરી નકારી દીધી છે કે ઈરફાન પઠાણે પણ તેની સાથે ખોટુ કરવાની કોશિશ કરી હતી. કેટલાક સમય પહેલા એક ડાયરેક્ટરે પાયલ સાથે ઈરફાન પઠાણનું નામ જોડી દીધુ હતું. પરંતુ અભિનેત્રીએ ડાયરેક્ટરની આ વાતને નકારી કાઢી બકવાસ કહી દીધી હતી.

સોશિયલ મીડિયા ઉપર પાયલ ઘોષમો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં તે જણાવી રહી છે કે અનુરાગ કશ્યપે તેમની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. તેણે કહ્યું કે તે ન્યાય માટેની લડાઈ શરૂ રાખશે. તે ત્યાં સુધી નહીં લડાઈ કરશે જ્યાં સુધી દોષીને સજા ન મળી જાય.

આ વીડિયો પણ જુઓઃ કોંગ્રેસમાંથી ભાજપમાં કોઈને નહીં લેવાય સી.આર. પાટીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન