Cricketer joginder sharma joins the fight against coronavirus
  • Home
  • Corona live
  • ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર આ ખેલાડી હવે ખાખી વર્દીમાં કોરોના સામેની જંગમાં થયો સામેલ

ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર આ ખેલાડી હવે ખાખી વર્દીમાં કોરોના સામેની જંગમાં થયો સામેલ

 | 8:02 pm IST

2007 ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ તો તમને યાદ હશે. જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે હતી. આ રોમાંચક મુકાબલાની અંતિમ ઓવરમાં પાકિસ્તાન ટીમને 13 રનની જરૂર હતી. એવી હૃદયના ધબકારા વધારનારી પરિસ્થિતિઓમાં કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ એક એવા મીડિયમ પેસર બોલરને ઓવર નાંખવા આપી જેને ના તો આટલી મોટી મેચમાં ક્યારે બોલિંગ કરી હતી અને ના તો દબાણ હેઠળ બોલિંગ કરવાનો કોઈ અનુભવ હતો.

આપણે જણાવી દઈએ કે છેલ્લી ઓવરની પહેલી બે બોલમાં 7 રન ગયા ત્યાર બાદ અંતિમ 4 બોલ પર પાકિસ્તાનને માત્ર 6 રનની જરૂર હતી. ત્યારે સ્ટ્રાઇક પર પાક. ક્રિકેટ ટીમના તે સમયના કેપ્ટન મિસબાહ-ઉલ-હક હતા. ત્રીજા બોલ પર મિસબાહે એક બેદરકારીભર્યો શો રમ્યો અને શ્રીસંતને તેનો કેચ આપ્યો. પાકિસ્તાને આ મેચ ગુમાવી અને ભારતે પ્રથમ ટી20 વર્લ્ડ કપ જીત્યો. અંતિમ ઓવરમાં બોલિંગ કરનાર ખેલાડી જોગિંદર શર્મા મેચનો હીરો બન્યો. રાતો-રાત સ્ટાર બનનાર આ ખેલાડી પછી ક્યારે ઇન્ટરનેશનલ મેચ ના રમ્યો.

માહિતી મુજબ તે હાલ હરિયાણા પોલીસમાં નોકરી કરે છે અને ત્યાં ડીએસપીના પદ પર છે. સ્પોર્ટ્સ કોટામાં પોલીસ અધિકારી બનવા છતા તે દેશ અને સમાજની સેવા કરી રહ્યો છે. દુનિયા હાલ કોરોના વાયરસથી લડી રહી છે. ત્યારે પીએમ મોદીએ પણ લોકોને ઘરની અંદર રહેવા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉને સફળ બનાવવા માટે જોગિંદર શર્મા સડક પર નીકળ્યો છે અને લોકોની મદદ કરી રહ્યો છે. આ જોગિંદર ટ્વીટ પણ કરી અને સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરી કોરોના સામેની લડાઈમાં લોકોને સહયોગ આપવા વિનંતી કરી છે.

આ વીડિયો પણ જુઓ: શામળાજી બોર્ડર પર મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન