Cricketer Manish Pandey and South Actress Ashrita Shetty get married
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટર મનીષ પાંડેની નવી ઇનિંગ શરૂ, આ એક્ટ્રેસ સાથે લીધા સાત ફેરા

ક્રિકેટર મનીષ પાંડેની નવી ઇનિંગ શરૂ, આ એક્ટ્રેસ સાથે લીધા સાત ફેરા

 | 10:38 pm IST

ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન અને આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝી તરફથી રમતા ખેલાડી મનીષ પાંડે સોમવારે દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. આ બન્નેએ ખૂબજ સાદા સમારોહમાં સાત ફેરા લીધા. આ પ્રસંગે તેમના નજીકના મિત્રો અને પરિજનો હાજર હતા. મનીષ પાંડે તેના ઇન્સ્ટાગ્રામ પર નવપરિણીત યુગલની એક તસવીર પોસ્ટ કરી છે.

આપને જણાવી દઈએ કે મનીષ હાલ ઘરેલૂ અને ઇન્ટરનેશનલ બંને લેવલ પર સતત ક્રિકટ રમી રહ્યો છે. તે કર્ણાટક ટીમનો કેપ્ટન છે અને રવિવારે જ મનીષ સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફીની ટાઇટલ મેચમાં તમિળનાડુ સામે સુરતમાં રમી રહ્યો હતો અને ત્યાર બાદ તે લગ્ન માટે મુંબઇ પહોંચ્યો હતો અને આશ્રિતાને આજે તેની જીવનસાથી બનાવી. ડાબોડી બેટ્સમેન મનીષ પાંડે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદારાબાદ તરફથી પણ રમે છે.

આશ્રિતા તમિળ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી છે અને તેણે ઇન્દ્રજિત, ઉધ્યામ એનએચ 4 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બંને ઘણા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ તસવીરમાં મનીષ પાંડેએ શેરવાની પહેરી છે, જ્યારે દુલ્હન અશ્રીતા સિલ્ક સાડીમાં જોવા મળી રહી છે.

આ વીડિયો પણ જુઓ: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ખેડૂતોમાં બિસ્માર રસ્તાઓ પર રોષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન