Cricketer Manish Pandey set to marry actress Ashrita Shetty see pics
  • Home
  • Photo Gallery
  • PHOTOS: કોહલી બાદ વધુ એક ક્રિકેટર હીરોઈન સાથે ફરશે ફેરા, જાણો કોણ છે મનીષ પાંડેની દુલ્હન

PHOTOS: કોહલી બાદ વધુ એક ક્રિકેટર હીરોઈન સાથે ફરશે ફેરા, જાણો કોણ છે મનીષ પાંડેની દુલ્હન

 | 3:24 pm IST

ભારતીય ક્રિકેટ ટીમનાં બેટ્સમેન ખેલાડી મનીષ પાંડેને પોતાનો જીવન સાથી મળી ગયો છે. ટેલેન્ડેટ ક્રિકેટર તરીકે ઉભરપી આવેલા મનીષ પાંડે હવે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો છે. 30 વર્ષીય પાંડે એક સાઉથ અભિનેત્રી સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ડાબોડી ખેલાડી મનીષ પાંડે હાલમાં વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટકની ટીમમાં કેપ્ટનની ભુમિકા ભજવી રહ્યો છે. આ પહેલા તે વેસ્ટઈંડીઝના પ્રવાસે ભારતની ટીમ સાથે હતો. આ સિવાય સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી-20નો પણ તે ભાગ રહી ચૂક્યો છે.

આઈપીએલમાં સૌથી પહેલા સદી ફટકારનાર મનીષ પાંડે આ વર્ષે 2 ડિસેમ્બરે મુંબઈમાં સાઉથની હીરોઈન અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અફવા હતી કે અશ્રિતા અને મનીષ પાંડે રિલેશનમાં છે, પરંતુ હવે આ રહસ્ય પરથી પરદો ઉઠી ગયો અને બંન્નેએ લગ્ન કરવાનું ઓફિશિયલ જાહેર કરી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન