Cricketer Mark boucher and neil mckenzie sister megan was in relationship
  • Home
  • Sports
  • Cricket
  • સાથી ખેલાડીની જ બહેન સાથે હતા આ દિગ્ગજ ક્રિકેટરના પ્રેમ સંબંધ! લગ્ન પહેલા જ…

સાથી ખેલાડીની જ બહેન સાથે હતા આ દિગ્ગજ ક્રિકેટરના પ્રેમ સંબંધ! લગ્ન પહેલા જ…

 | 12:30 pm IST

બોલિવૂડ અને ક્રિકેટ જગતનું કનેક્શન ઘણું જૂનું છે. કેટલાય ભારતીય ક્રિકેટર બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રીઓના પ્રેમમાં પડ્યા અને લગ્ન સંબંધમાં જોડાયા. જો કે, આ દરમિયાન કેટલીક એવી પ્રેમ કહાનીઓ પણ છે જે મુકમ્મલ ન થઈ શકી. એવી જ એક પ્રેમ કહાની છે જે અધૂરી રહી. પરંતુ આ પ્રેમ કહાની ભારતીય નહીં પણ વિદેશી ક્રિકેટરની છે.

આપને જણાવી દઈએ કે સાઉથ અફ્રિકાનો મહાન વિકેટકીપર અને બેટ્સમેન માર્ક બાઉચર એક મોટો મેચ વિનર હતો. મહેન્દ્ર સિંહ ધોનીની જેમ તેને પણ પોતાના દમ પર ટીમને ઘણા મેચ જીતાડ્યા હતા. આજે તે સાઉથ આફ્રિકાનો હેડ કોચ છે. જો કે, માર્ક બાઉચર જ્યારે સાઉથ આફ્રિકા માટે રમતો હતો ત્યારે ટીમમાં એક અન્ય ખેલાડી નીલ મેકેન્ઝી પણ હતો. તે પણ સાઉથ આફ્રિકાનો જાણીતો ખેલાડી છે અને હાલ કોચિંગમાં હાથ અજમાવી રહ્યો છે.

માર્ક બાઉચર અને નીલ મેકેન્ઝીએ ટીમને ઘણા મેચ જીતાડ્યા હતા. પરંતુ આ બંને વચ્ચે એક એવો રાજ હતો જે ખૂબ જ ઓછા ક્રિકેટ ફેન્સને ખબર છે. મીડિયા રિપોર્ટ મુજબ માર્ક બાઉચર અને નીલ મેકેન્ઝીની બહેન મેગન વચ્ચે રિલેશન હતું. બાઉચર અને મેગને ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પરંતુ આ પ્રેમભર્યા સંબંધ લગ્નમાં પરિવર્તિત ન થઈ શક્યા. મેગન સાથે બ્રેકઅપ બાદ માર્ક બાઉચર કારમન લોટર સાથે પ્રેમ સંબંધમાં પડ્યો અને 2017માં બંને લગ્ન કર્યા.

રિપોર્ટ મુજબ નીલ મેકેન્ઝીની બહેન મેગન સાઉથ આફ્રિકાની એક મોટી મોડલ હતી. 2003માં સાઉથ આફ્રિકાની સૌથી સેક્સી છોકરીઓમાં તેની પસંદગી થઈ હતી. મેગન મેકેન્ઝીએ કેટલીક સ્પોર્ટ્સ મેગેઝિન માટે મોડલિંગ કરી હતી. મેગન સાઉથ આફ્રિકાની બિકિની ક્વીન માનવામાં આવતી હતી.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં એક સાથે 8 પોલીસ કર્મીને કોરોના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન