Cricketer Ricky Ponting predicts that Australia will beat india in ODI series
  • Home
  • Sports
  • Cricket
  • INDvAUS: થઈ ગઈ ભવિષ્યવાણી, ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોણ જીતશે વન ડે શ્રેણી?

INDvAUS: થઈ ગઈ ભવિષ્યવાણી, ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોણ જીતશે વન ડે શ્રેણી?

 | 9:21 pm IST

શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરિઝને 2-0થી જીત્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હિસાબ બરાબર કરવા મેદાન પર પૂરજોશ સાથે ઉતરશે. જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ સિરીઝને પોતાના નામે કરવા આત્મવિશ્વાસ સાથે ભારતને જબરદસ્ત ટક્કર આપશે. જોકે આ સિરીઝ કોણ જીતશે તેને લઈ ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડીએ ભવિષ્યવાણી કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગે કહ્યું કે ભારત હિસાબ બરાબર કરવા બેતાબ હશે જ્યારે આત્મવિશ્વાસથી ભરેલ ઓસ્ટ્રેલિયા મંગળવારે શરૂ થનારી ઇન્ટરનેશનલ વન ડે સિરીઝને 2-1થી પોતાના નામે કરશે. ઘરેલુ સત્રમાં શાનદાર પ્રદર્શન કરી આરોન ફિંચની આગેવાની વાળી ઓસ્ટ્રેલિયા ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. ઘરેલુ સત્રમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રેણી જીતી છે. બીજી તરફ ભારત પણ ગત વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલું મેદાન પર 2-3થી સિરીઝ ગુમાવ્યાનો હિસાબ બરાબર કરશે.

રિપોર્ટ પ્રમાણે મુજબ રિકી પોન્ટિંગે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પ્રશંસક દ્વારા ઇન્ટરનેશનલ વન ડે સિરીઝના પરિણામને લઈ પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપતા પોન્ટિંગે કહ્યું કે ઓસ્ટ્રેલિયા આ શ્રેણી સિરીઝ જીતશે. આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઇન્ડિયા ત્રણ વન ડે સિરીઝ રમશે. જેની પહેલી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 14 જાન્યુઆરીએ રમાશે.

આ વીડિયો પણ જુઓ: અમરેલીના આરોગ્ય કેન્દ્રમાં સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલીટી ચેક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન