Cricketer Rohit Sharma Enjoying Quality Time with Family in Maldives
  • Home
  • Featured
  • IPL બાદ ફેમિલી સાથે રજાઓનો ભરપૂર આનંદ માણી રહ્યો છે રોહિત શર્મા, જુઓ Photos

IPL બાદ ફેમિલી સાથે રજાઓનો ભરપૂર આનંદ માણી રહ્યો છે રોહિત શર્મા, જુઓ Photos

 | 6:30 pm IST

ભારતીય વન ડે અને ટી20 ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા હાલ માલદીવમાં રજાઓનો આનંદ માણી રહ્યો છે અને પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહે ફેમિલી વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે. જે ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

આ સાથે રોહિત શર્માએ એક ફોટો મુંબઈ ઈન્ડિયન્સની ટીશર્ટ પહેરીને પણ પોસ્ટ કર્યો છે અને વિશ્વ કપ માટે તેના પ્લાન વિશે ફેન્સને જણાવ્યું છે. રોહિત શર્માએ ફોટો શેર કરી લખ્યું કે,‘મિશન પૂર્ણ થયું. આ બ્લૂ(મુંબઈ ઈન્ડિયન્સની ટીશર્ટ) સાથે. થોડા સપ્તાહ પછી અલગ બ્લૂ(ભારતીય ક્રિકેટ ટીમની ટીશર્ટ) સાથે વાપસી થશે અને આશા છે કે પરિણામ(IPL 2019 ખિતાબ) એવું જ આવશે.’

ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે IPL સીઝન 12નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ રોહિતની કેપ્ટનશીપ હેઠળ ચોથો ખિતાબ છે. તમને જણાવી દઈએ કે 30મી મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સ સાથે 12માં ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થવાની છે. જ્યારે ઈન્ડિયાની પહેલી મેચ 6ઠ્ઠી જૂને દક્ષિણ અફ્રિકા સાથે રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન