Vijay Shankar told about his bad time of social Media
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડકપમાં પસંદગી પામનારા વિજય શંકરે જાહેર કર્યું પોતાના દુશ્મનનું નામ

વર્લ્ડકપમાં પસંદગી પામનારા વિજય શંકરે જાહેર કર્યું પોતાના દુશ્મનનું નામ

 | 10:48 am IST

નવોદિત ઓલરાઉન્ડર વિજય શંકરને વર્લ્ડકપની ટિકિટ મળી ગઈ છે. ચોથા નંબરને લઈને ચાલતી ચર્ચા વચ્ચે વિજય શંકરને તક આપવામાં આવી છે. આ ક્રમેયુવા ખેલાડી રિષભ પંત અને અનુભવી ખેલાડી અંબાતી રાયડુના સ્થાને શંકર પર પસંદગીનો કળ ઢોળવામાં આવ્યો હતો. શંકરે ગત વર્ષે શ્રીલંકામાં રમાયેલી નિદાસ ટ્રોફીની ફાઇનલમાં 19 બોલમાં 17 રન બનાવ્યા હતા ત્યારે તેની ઘણી ટિકા થઈ હતી. જોકે દિનેશ કાર્તિકના કારણે ભારતે આ મેચ જીતી લીધી હતી. પણ શંકર સામે તે મેચ હંમેશા સામે આવીને ઉભી રહે છે.

શંકરે કહ્યું હતું કે, તે ઘટનાએ તેને જીવનમાં મહત્વનો પાઠ ભણાવ્યો હતો. ક્રિકેટમાં વધારે દબાણ લેવું જોઈએ નહીં. તેણે કહ્યું હતું કે ઘણા લોકોને તો એ પણ ખબર નહોતી કે હું ફાઇનલ મેચમાં પ્રથમ વખત ભારતીય ટીમ તરફથી બેટિંગ કરવા ઉતર્યો હતો.

વિજય શંકરે આગળ ઉમેર્યું કહ્યું હતું કે, હું નિશ્ચિત રીતે કહીશ કે નિદાસ ટ્રોફી એક ક્રિકેટર તરીકે મારા જીવનને બદલી નાખનારી ક્ષણ હતી. તે વાતને લગભગ એક વર્ષ થઈ ગયું છે અને દરેક જાણે છે કે શું થયું હતું અને તે કેટલું મુશ્કેલ હતું. મેં લગભગ 50 ફોન કોલરિસિવ કર્યા હતા. મીડિયા મને ફોન કરી રહ્યા હતા અને એ પણ સવાલ પૂછી રહ્યા હતા. સોશિયલ મીડિયા મારા માટે મુસીબત બની ગયું હતું. હું થોડો નિરાશ થઈ ગયો હતો અને તેમાંથી બહાર નિકળવા સમય લાગ્યો હતો.

ચોથા નંબરને લઈને ચાલી રહેલા વિવાદ પર શંકરે કહ્યું હતું કે દબાણ મુક્ત બનીને કેવી રીતે રમાય તે શીખી ગયો છે કે. હવે તેને ફરક પડતો નથી કે કોણ શું કહી રહ્યા છે. ન્યૂઝીલેન્ડમાં જ્યારે મેં નંબર 3 ઉપર બેટિંગ કરી તો મારું પ્રદર્શન સારું રહ્યું હતું. સૌથી ખાસ વાત એ છે કે ટીમ મેનજમેન્ટે મારા ઉપર વિશ્વાસ બતાવ્યો છે અને માન્યું છે કે આ કામ કરી શકું છું. જે મને પ્રેરણા આપે છે.

આ વીડિયો પણ જુઓ

અમદાવાદના બાવળા તાલુકાના ગામોમાં પાણીની સમસ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન