Cricketer Virat Kohli steps down as India Test captain
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું

વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું

 | 7:01 pm IST
  • Share

  • વનડે-T20 બાદ  ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું

  • કોહલીએ ટ્વીટ કરીને આપી જાણકારી

  • કોહલીની કેપ્ટનશીપમાં ભારતે 40 ટેસ્ટ જીતી

 

ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામુ આપી દીધુ છે. નોંધનિય છે કે તાજેતરમાં જ ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ આ પહેલા ટી-20માં કેપ્ટન પદેથી હટી ગયો હતો ત્યાર બાદ તેમની પાસેથી વનડેની કેપ્ટનશીપ લઈ લેવામાં આવી હતી.

વિરાટ કોહલીએ પોતાના મેસેજમાં લખ્યું કે, છેલ્લા સાત વર્ષથી ટીમને સાચી દિશામાં લઈ જવા માટે સતત મહેનત અને રોજબરોજ પ્રયાસો કર્યા. મેં મારું કામ નિષ્ઠાપૂર્વક કર્યું અને કોઈ કસર છોડી નથી. પરંતુ દરેક પ્રવાસનો અંત હોય છે, મારા માટે ટેસ્ટ કેપ્ટનશિપનો અંત લાવવાનો આ યોગ્ય સમય છે.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી જાણકારી 

વિરાટ કોહલીએ પોતાના સંદેશમાં લખ્યું છે કે આ સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ કોઈએ પ્રયાસમાં કોઈ કસર છોડી નથી. મેં હંમેશા મારું 120 ટકા આપવાનો પ્રયાસ કર્યો છે, જો હું કંઈ ન કરી શકું તો મને લાગે છે કે તે મારા માટે યોગ્ય નથી. તેમણે વધુમાં લખ્યું કે, તે આ નિર્ણય અંગે સંપૂર્ણ રીતે આશ્વસ્ત છે અને તે પોતાની ટીમને છેતરી શકે નહીં. આ મેસેજમાં વિરાટ કોહલીએ BCCIનો આભાર માન્યો, સાથે જ રવિ શાસ્ત્રી અને બાકીના સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો.

વિરાટ કોહલીનું ટેસ્ટ કેપ્ટન તરીકે પ્રદર્શન 

મેચ 68
જીત 40
હાર 17
ડ્રો 11
જીતની ટકાવારી 58.82%

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો