Cricketer Yuvraj Singh has been arrested for derogatory remarks against Scheduled Castes.
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટર યુવરાજ સિંહની હરિયાણામાં ધરપકડ

ક્રિકેટર યુવરાજ સિંહની હરિયાણામાં ધરપકડ

 | 9:22 pm IST
  • Share

  • હરિયાણાના હાંસીમાં ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ
  • અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી મામલે ધરપકડ
  • હાઇકોર્ટના આદેશ પર યુવરાજને ઔપચારિક જામીન પર મુક્ત કરાયો

ક્રિકેટર યુવરાજ સિંહની હિસાર પોલીસે હરિયાણાના હાંસીમાં અનુસૂચિત જાતિ વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પર નોંધાયેલા કેસમાં ધરપકડ કરી છે. યુવરાજ સામે હાંસી શહેર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. યુવરાજ પર ગત વર્ષે યુઝવેન્દ્ર ચહલના ચેટ શોમાં રોહિત શર્મા સાથે લાઇવ ચેટમાં અનુસૂચિત જાતિઓ પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.

હાંસી પોલીસે યુવરાજની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરી હતી. હિસાર જિયો મેસમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી હાઇકોર્ટના આદેશ પર યુવરાજ સિંહને ઔપચારિક જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં થોડા દિવસો પહેલા હાઇકોર્ટે યુવરાજ સિંહને આગોતરા જામીન આપવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે હાંસી પોલીસે તેની ઔપચારિક રીતે ધરપકડ કરી હતી, તેની પાસેથી કેટલાક પ્રશ્નોના જવાબો મેળવ્યા અને પછી તેને આગોતરા જામીનના કાગળોના આધારે મુક્ત કરવામાં આવ્યો છે.

યુવરાજ એકલો નહોતો

હાઇકોર્ટના આદેશ બાદ જ યુવરાજ તપાસમાં જોડાવા માટે હિસાર પહોંચ્યો હતો. તેની સાથે સુરક્ષા કર્મચારીઓ સહિત ચાર-પાંચ સ્ટાફના લોકો અને વકીલો પણ ચંદીગઢથી હિસાર પહોંચ્યા હતા. થોડા કલાકોની કાર્યવાહી અને પૂછપરછ બાદ તે ફરી ચંદીગઢ જવા રવાના થયો હતો. નોંધનીય છે કે સામાજિક કાર્યકર્તા રજત કલસને પોલીસમાં ફરિયાદ કરી હતી, જેના આધારે યુવરાજ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

આ હતો મામલો

યુવરાજ સિંહ પર આરોપ લાગ્યો હતો કે, તેણે અનુસૂચિત જાતિના સમાજ વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી થતા આપત્તિજનક શબ્દોનો ઉપોગ કર્યો. તેના વિરૂદ્ધ દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસને હાંસી પોલીસ સ્ટેશનમાં SC-ST એક્ટ તથા આઇપીસીની વિભિન્ન એક્ટમાં કેસ નોંધાવ્યો હતો. આ કેસને ખારીજ કરાવા માટે યુવરાજ સિંહે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેના પર હાઇકોર્ટે યુવરાજ વિરૂદ્ધ પોલીસની ઉત્પીડન કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

સોશિયલ મીડિયામાં માફી માગી હતી

આ મામલો ગરમાયાના થોડા દિવસો બાદ યુવરાજે દુનિયા સામે પોતાની ભૂલ સ્વીકારી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને તેણે માફી માગી હતી. માફી માગતા યુવીએ લખ્યું હતું,‘હું એ સ્પષ્ટ કરવા માગુ છું કે મેં ક્યારેય જાતિ, રંગ, વર્ણ અને લિંગને લઇ કોઇ પણ પ્રકારની અસમાનતામાં વિશ્વાસ નથી રાખ્યો. મેં મારૂ જીવન લોકોની ભલાઇમાં આપ્યું છે અને તે આજે પણ યતાવત છે. હું કોઇ અપવાદ વગર દરેકના વ્યક્તિગત જીવનને ગૌરવ અને સન્માનમાં વિશ્વાસ રાખું છું.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો