NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન માટે ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી આ ઝુંબેશ

ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન માટે ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી આ ઝુંબેશ

 | 6:05 pm IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યમાં સુરક્ષા અને કાયદા વ્યવસ્થાની જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ઝુંબેશ શરૂ કરી કોમ્બિંગ અને અટકાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત અત્યારસુધીમાં કુલ 7 હજારથી વધું અસામાજીક તત્વોની અટકાયત કરી 3500 જેટલાં હથિયારો કબ્જે કર્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્રારા કાયદો વ્યવસ્થાની  જાળવણીના ભાગ રૂપે હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં હાલમાં સલામતીને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આપેલા લાયસન્સવાળા હથિયારો જમા લેવા અને અસામાજિક તત્વોને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

અમદાવાદ શહેરમા 5076 લાયસન્સવાળા હથિયાર છે, જેમાંથી 3500 હથિયારો અત્યાર સુધીમાં જમા લેવામાં આવ્યા છે. જ્યારે 691 હથિયારધારકોને છુટ આપવામા આવી છે. જેમાં આંગડીયા પેઢી, સોનીઓ, બેન્કના સિકયોરીટી ગાર્ડ, ટોલનાકાના સિકયોરીટી ગાર્ડ અને સ્પોર્ટના ખેલાડીઓનો સમાવેશ થાય છે.

હથિયાર લાયસન્સ ધારકોએ આચારસંહિતામા હથિયાર રાખવા માટે બાયંધરી પત્રક આપવુ પડે છે. જે હથિયાર જમા નહિ કરે તેનું લાયસન્સ રદ કરીને તેમની વિરૂધ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામા આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂટંણી બે તબ્બકાઓમા યોજવાની છે. અમદાવાદમાં 14 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. તારીખ જાહેર થયા બાદ અમદાવાદ શહેરમાં આચારસંહિતા લાગુ પડી છે. આ આચારસંહિતા તેમજ કાયદો વ્યવસ્થાની જાળવણી અને સલામતીને લઈને પોલીસે અસામાજીક તત્ત્વો પર લાલ આંખ કરી છે. અત્યાર સુધીમા 7 હજારથી વધું અસામાજીક તત્ત્વોની અટકાયત કરીને તેમની વિરૂધ્ધ કારાયવાહી કરી પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે જ્યારે કેટલાંકને તડિપાર કરવામા આવ્યા છે. ચૂંટણી સંદર્ભે રાજય અને નેશનલના અનેક નેતાઓ પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે સલામતીને લઈને પોલીસે આ ઝુંબેશ શરૂ કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે 7 ડિસેમ્બરના રોજ હથિયાર જમા કરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતા 885 હથિયાર હજુ જમા થયા નથી. જેથી પોલીસે હથિયાર જમા નહિ કરાવનાર ઘારકો વિરૂધ્ધ પગલા લેવાની કાર્યવાહી શરૂ કરી છે.