crime patrol tv actress preksha mehta death indore mp
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાપ રે: ક્રાઈમ પેટ્રોલની અભિનેત્રીએ ગળાફાંસો ખાઈ લીધો, વોટ્સઅપમાં છેલ્લું સ્ટેટસ રાખ્યું’તું કે…

બાપ રે: ક્રાઈમ પેટ્રોલની અભિનેત્રીએ ગળાફાંસો ખાઈ લીધો, વોટ્સઅપમાં છેલ્લું સ્ટેટસ રાખ્યું’તું કે…

 | 6:06 pm IST

પ્રખ્યાત સીરિયલ ક્રાઇમ પેટ્રોલની અભિનેત્રીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેણે સોની ટીવી અને કલર્સ જેવી મોટી ચેનલોમાં ઘણા કાર્યક્રમોમાં કામ કર્યું હતું. તે મૃત્યુ પામી એ પહેલા તેનું છેલ્લું વોટ્સએપ સ્ટેટસ હતું કે-સૌથી ખરાબ વાત એ છે કે સપનું મરી જવું. મોડી રાત્રે ટીવી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ ઈંદોરના બજરંગ નગરમાં જિંદગી ટૂંકાવી લીધી હતી. તે મુંબઈ ટીવી સીરિયલમાં કામ કરતી હતો. તેણે ક્રાઈમ પેટ્રોલના અનેક કાર્યક્રમોમાં પણ અભિનય કર્યો હતો.

અભિનેત્રીના પિતાના જણાવ્યા અનુસાર, તે લોકડાઉન પછી ઘરે આવી હતી. મુંબઈમાં કોરોના સંકટના કારણે લોકડાઉન જે રીતે વધી રહ્યું છે, તેને લાગ્યું કે તે લાંબા સમય સુધી કામ મળશે નહીં, જેના કારણે તેણે નિરાશામાં આવીને આ પગલું ભરી લીધું. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.

એક પોલીસ અધિકારીનું કહેવું છે કે, લોકડાઉનમાં કામ ન હોવાના કારણે તેણે આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનો આ પ્રકારની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં ઇન્દોર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અને તે શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે કે મૃત્યુનું કારણ ફક્ત એક કલાકારની કારકિર્દીના સપના તૂટી જવાનું છે કે પડદા પાછળ કોઈ બીજું રહસ્ય પણ છુપાયેલું છે. જો કે તપાસ બાદ જ બધું ચિત્ર સ્પષ્ટ થશે.

લોકડાઉનને કારણે અભિનેત્રી પ્રેક્ષા મહેતા જેવી ઘણી છોકરીઓ છે જેને હાલમાં કામની ચિંતા છે. આ જ કારણ છે કે પ્રેક્ષાએ પોતાનું છેલ્લું સ્ટેટસ વોટ્સએપ પર મૂક્યું. તેમાં બ્લેક બેકગ્રાઉન્ડમાં તેણે ફક્ત ચાર શબ્દો જ લખ્યા હતા કે, સૌથી ખરાબ વાત એ છે કે સપનું મરી જવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન