Criminal Complaint Filed Against Javed Akhtar For Linking RSS To Taliban
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંઘની તાલિબાન સાથે સરખામણી : જાવેદ અખ્તરને માનહાનિની બે નોટિસ મોકલાવાઈ

સંઘની તાલિબાન સાથે સરખામણી : જાવેદ અખ્તરને માનહાનિની બે નોટિસ મોકલાવાઈ

 | 7:00 am IST
  • Share

જાવેદ અખ્તરે સંઘની સરખામણી તાલિબાન કરી હતી જેને લઈને હવે તેની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. જાવેદ અખ્તરના આ નિવેદનના પગલે એક વકીલ દ્વારા તેમની સામે માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. તો અન્ય એક વકીલ દ્વારા પણ તેમને માનહાનિની નોટિસ મોકલી ૧૦૦ કરોડના વળતરની માગ કરવામાં આવી છે. સંઘ સાથે જોડાયેલા એડવોકેટ ધૃતિમાન જોશીએ જાવેદ અખ્તર સામે કુર્લા કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

જોશીએ કહ્યું હતું કે, તેમણે ૪ સપ્ટેમ્બરે એક પોગ્રામ જોયો હતો જે આતંકી સંગઠન તાલિબાન પર હતો જેમાં અખ્તરે તાલિબાનની સરખામણી સંઘ સાથે કરી હતી. ફરિયાદમાં તેઓએ આરોપીએ આ નિવેદન સમજી વિચારીને પ્લાનિંગ સાથે આપ્યા હોવાનું જણાવ્યું હતું જેનાથી એવા લોકોને હતોત્સાહ, તિરસ્કૃત અને ગેરમાર્ગે દોરી શકાય જેઓ સંઘ સાથે સંકડાયેલા છે કે, પછી જોડાવાના છે.   અન્ય એક વકીલ દુબેએ પણ અખ્તરની ટિપ્પણીને ખોટી અને અપમાનજનક ગણાવવાની સાથે બિનશરતી માફીની માગ કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો