Crisil Agency report says GDP Forecast Slowdown Deeper
  • Home
  • Business
  • બેરોજગારી અને મોંઘવારીના માર વચ્ચે પડતા પર પાટું, આર્થિક મંદી અંદાજ કરતા પણ ગંભીર!

બેરોજગારી અને મોંઘવારીના માર વચ્ચે પડતા પર પાટું, આર્થિક મંદી અંદાજ કરતા પણ ગંભીર!

 | 10:13 am IST

દેશમાં હાલ આર્થિક મંદીના વાદળ છવાયા છે. ઓટો, એફએમસીજીથી લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સુધીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કારણે કેટલીક કંપનીઓ પ્લાન્ટ બંધ કરી રહી છે. જ્યારે લાખો લોકોની નોકરીઓ પણ જોખમમાં છે. બેરોજગારી અને મોંઘવારીને મુદ્દો બનાવી વિપક્ષી દળો પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે હવે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારતમાં આર્થિક સુસ્તી અંદાજ કરતા પણ વધુ વ્યાપક અને ગંભીર છે એવો દાવો કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ રેટિંગ એજન્સી ક્રિસિલે દાવો કર્યો છે કે ભારતમાં આર્થિક સુસ્તી અંદાજ કરવા પણ વધુ ગંભીર છે. આ સાથે જ ક્રિસિલે જીડીપી ગ્રોથના અનુમાનને પણ ઘટાડ્યો છે. ક્રિસિલ મુજબ 2019-20માં દેશનો જીડીપી(GDP) ગ્રોથ 6.3 ટકા રહેવાના અંદાજ છે. આ પહેલા રેટિંગ એજન્સીએ જીડીપી ગ્રોથનો અનુમાન 6.9 ટકા રાખ્યો હતો. આ રીતે જીડીપી ગ્રોથ અનુમાનમાં 0.6 ટકાનો ઘટાડો થયો છે. એજન્સીની માનીએ તો વિકાસ દર 6 વર્ષના તળિયે રહેવાના અંદાજ છે.

ક્રિસિલના રિપોર્ટ મુજબ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંદી અને ખાનગી ઉપભોગમાં ઘટાડો થયો છે. જેના કારણે જીડીપી ગ્રોથનો અનુમાન ઘટ્યો છે. જોકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરિંગ પોલિસી અને તેના અનુરૂપ બેંકોનું ઝડપી ગતિએ અમલ, લઘુત્તમ આવક સહાયક યોજનાના કારણે ખેડૂતોની માગમાં વધારો વેગેર કારણોસર ગ્રોથ રેટમાં ફરી તેજી આપવાની અપેક્ષા છે. આ સાથે ક્રિસિલે એમ પણ કહ્યું કે હાલ દેશનું અર્થતંત્ર ગંભીર હાલાતમાં છે. જે અમારા અંદાજ કરતા પણ ઘણું વ્યાપક છે.

અર્થતંત્રને લઈ ક્રિસિલનો આ રિપોર્ટ ત્યારે સામે આવ્યો જ્યારે દેશમાં આર્થિક મંદીની ચર્ચા ઉગ્ર બની છે. કારણે કે તાજેતરમાં સરકાર દ્વારા રજૂ કરેલા આંકડાઓ મુજબ પહેલા ત્રિમાસિક ગાળા(એપ્રિલ-જૂન)માં વિકાસદર 5.8 ટકાથી ઘટીને 5 ટકા થઈ ગયો છે. જે પાકિસ્તાના જીડીપી ગ્રોથ 5.4 ટકાથી પણ ઓછો છે.

આ વીડિયો પણ  જુઓ: દાહોદ એન્જીનીયરીંગ કોલેજના વિધ્યાર્થીઓનુ અનોખુ સંશોધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન