Crisis in Gold Sector after Government increased Import Duty
  • Home
  • Ahmedabad
  • સોના-ચાંદીનાં ભાવ આસમાને, ઘરાકી ઘટી, વેપારીઓ પરેશાન, આ છે ભાવ વધવાનું કારણ

સોના-ચાંદીનાં ભાવ આસમાને, ઘરાકી ઘટી, વેપારીઓ પરેશાન, આ છે ભાવ વધવાનું કારણ

 | 6:15 pm IST

સોનાનાં ભાવ પ્રતિ 10 ગ્રામ 38,950 રૂપિયા સુધી પહોંચ્યા પછી સ્થિર થઈ ગયા છે. જો કે, બજારના વર્તુળોનું કહેવું છે કે, ગોલ્ડના ભાવ ગમે તે ઘડીએ વધી 40 હજારને પાર કરી દેશે. ઓગસ્ટ મહિનામાં જ બે વાર ભાવ વધ્યા છે. 37, 750નો ભાવ વધીને 38,950 સુધી ગયો છે. આમ ગોલ્ડનો ભાવ 40 હજારની સપાટી સુધી પહોંચી ગયો છે. ચાંદીનો ભાવ 43500 સુધી ગયો છે. બજાર વર્તુળોના મતે ગોલ્ડ 40 હજાર અને ચાંદી 45 હજારની સપાટી વટાવી દેશે.

ગોલ્ડ અને સિલ્વરના ભાવો અગાઉ આટલી તેજીથી વધ્યા નથી. ઘરાકી છે નહીં અને 50 ટકાની ડિસ્કાઉન્ટ ઓફરો આપીને ગ્રાહકોને વેચાણ થઈ રહ્યું છે. નવા ઓર્ડર મળતાં નથી. જૂની ઈન્વેન્ટરી પડેલી હોય ત્યાં સુધ નવો સ્ટોક લેવાનું જોખમ કરી શકાય તેમ નથી. શો રૂમનું લાઈટ બિલ અને સ્ટાફના પગાર વગેર ખર્ચાઓ વધારે છે. તેવા સંજોગોમાં નાના દુકાનદારોને ભારે તકલીફો ઉભી થઈ શકે છે. દિવાળીના દિવસો નજીક આવે તે પહેલાં ખરીદીઓ શરૂ થાય છે પણ હાલની પરિસ્થિતિએ એવું લાગે છે દિવાળી સુધીમાં સોનાનો ભાવ 40 હજાર થઈ જશે. ત્યારબાદ ડિસેમ્બરમાં લગ્ન સિઝન શરૂ થતી હોય છે. તેની ખરીદી બે મહિના પહેલાંથી શરૂ થાય છે. એટલે ડિસેમ્બર સુધી મંદી રહે તેવું લાગી રહ્યું છે.

ગોલ્ડના ભાવ વધવાનું કારણ

ગોલ્ડ પર પહેલાં 10 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી હતી. ત્યારપછી તેને 12.30 ટકા કરવામાં આવી છે. અને 3 ટકા જીએસટી હોવાને કારણે 15.30 ટકા ટેક્સ ભરવાનો થવાથી ગોલ્ડના ભાવ વધ્યા છે. દેશભરમાં વિરોધ છે કે, વધારાના 2.30 ટકા ડ્યૂટી પાછી ખેંચી લેવી જોઈએ. અમદાવાદમાં કુલ 15થી 17 હજાર શો રૂમો આવેલાં છે.

જુઓ આ વીડિયો પણ…

સુરતમાં સહકારી મંડળીના ગોડાઉનમાં આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન