Crketer shakib al-hasan feeding 2000 poor families amid corona virus
  • Home
  • Sports
  • Cricket
  • કોરોના વાયરસ વચ્ચે આ દિગ્ગજ ક્રિકેટરે 2000 પરિવારોને આપ્યો આશરો

કોરોના વાયરસ વચ્ચે આ દિગ્ગજ ક્રિકેટરે 2000 પરિવારોને આપ્યો આશરો

 | 7:23 pm IST

સમગ્ર દુનિયાની માફક બાંગ્લાદેશમાં પણ કોરોના વાયરસનો કહેર છે. બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં આ મહામારીના 48 દર્દી મળ્યા છે. પરંતુ તેને રોકવા માટે તમામ નોકરી-ધંધા બંધ થઇ ગયા છે. જેના કારણે બાંગ્લાદેશનો એક મોટો વર્ગ બેરોજગાર બની ગયો છે. મજૂર અને નાના-મોટા કામ ધંધા કરનારા લોકો પાસે એક ટંકનું ખાવાનું પણ નથી. પરંતુ આ દરમિયાન ત્યાં જ દિગ્ગજ ક્રિકેટર શાકિબ અલ હસન મશીહા બનીને સામે આવ્યો છે અને તેણે 2000 પરિવારોના જમાવાની વ્યવસ્થા કરી દીધી છે.

બાંગ્લાદેશના ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસને કોરોના વાયરસ બાદ એક ફાઉન્ડેશન બનાવ્યું છે. જેનો હેતું બાંગ્લાદેશ બચાઓ છે. પોતાના ફેસબુક પેજ પર શાકિબ અલ હસને ફેન્સને જણાવ્યું કે, તેનો હેતુ ગરીબ પરિવારોની મદદ કરવાનો છે. જેઓ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યા છે.

શાકિબ અલ હસને લખ્યું,’મારો ઉદ્દેશ કોરોના વાયરસ સામે લડતા બાંગ્લાદેશને બચાવવાનો છે. તેઓ એવા લોકોના નાના વર્ગને ખોરાક આપી રહ્યા છે જે હાલમાં બેરોજગાર છે. શાકિબે કહ્યું કે તેમનપં ફાઉન્ડેશન આ સમયે લગભગ 2000 પરિવારોની સંભાળ લઈ રહ્યું છે. શાકિબ અલ હસનની ફાઉન્ડેશન વિશ્વભરના લોકો અને એજન્સીઓ પાસેથી નાણાં એકત્રિત કરીને ગરીબ પરિવારોને મદદ કરી રહી છે.

શાકિબ અલ હસન પર હાલમાં પ્રતિબંધ છે. તેને આઈસીસી દ્વારા સટ્ટાબાજી અંગેની માહિતી ન આપવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. શાકિબ અલ હસન 29 ઓક્ટોબર સુધી ક્રિકેટ રમી શક્શે નહી. બાંગ્લાદેશના ટોચના ખેલાડીએ 5 સદીની મદદથી 56 ટેસ્ટમાં 3862 રન બનાવ્યા છે. શાકિબે 206 વનડેમાં 37.86ની સરેરાશથી 6323 રન બનાવ્યા છે, જેમાં 9 સદી અને 47 અડધી સદીનો સમાવેશ છે. આ સિવાય તેણે 76 ટી-20 મેચોમાં 9 અર્ધસદીની મદદથી 1567 રન બનાવ્યા છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન