Crocodile Gangaram Death, 500 people attend last rites In Chhattisgarh
  • Home
  • Featured
  • દાળ-ભાત ખાતા મગરમચ્છ ગંગારામના મોત પર આખું ગામ હિબકે ચઢ્યું, જાણો કારણ

દાળ-ભાત ખાતા મગરમચ્છ ગંગારામના મોત પર આખું ગામ હિબકે ચઢ્યું, જાણો કારણ

 | 4:06 pm IST

તમે મગરમચ્છના ઘણા બધા ખોફનાક વીડિયો જોયા હશે કે તેના સંલગ્ન સમાચાર વાંચ્યા હશે. આપણે કયારેક સાંભળ્યું પણ હોય છે કે મગરમચ્છ વ્યક્તિઓને જીવતા ગળી ગયું. પરંતુ છત્તીસગઢના મગરમચ્છ ‘ગંગારામ’ના મોતના સમાચાર જાણી આખુ ગામ હિબકે ચઢયું હતું. ગંગારામના મોત પર આખા ગામમાં માતમનો માહોલ છવાઇ ગયો છે. આ ગામ બવામોહતરા જે રાયપુરના બેમેતરા જિલ્લામાં આવેલું છે. ગંગારામના મોત પર આખું ગામ રડી રહ્યું છે. આ કંઇ ‘મગરમચ્છના આંસુ’ નથી. ગંગારામની અંતિમ યાત્રા કાઢવામાં આવી અને દૂર-દૂરથી લોકો દર્શન કરવા માટે પણ પહોંચ્યા હતા. તો આવો અમે તમને જણાવીએ આ મગરમચ્છ અંગે ગ્રામજનોની આત્મીયતા અંગે.

સામાન્ય રીતે તળાવમાં મગરમચ્છના સમાચાર જાણી લોકો તે જગ્યા છોડી દે પરંતુ ગંગારામ એવો નહોતો. ગ્રામજનોને કયારેય નુકસાન પહોંચાડયું નથી. તળાવમાં ન્હાતા સમયે જો કોઇને ગંગારામ અથડાઇ જાય તો તે દૂર ખસી જતો. તળાવમાં માછલીઓ જ તેનો ખોરાક હતો. ગંગારામને લોકો ઘરેથી દાળ-ભાત લાવીને ખવડાવતા હતા.

ગ્રામજનોએ કહ્યું કે ચોક્કસ એક વખત એક ગામની મહિલા પર હુમલો કર્યો હતો પરંતુ બાદમાં તેને છોડી દીધી હતી. ગંગારામ કયારેક-કયારેક તળાવની પાળે આવીને બેસતો હતો. વરસાદમાં તે ગામની શેરીઓ અને ખેતરમાં જઇ પહોંચતો, કેટલીય વખત ગામવાળા પકડીને તેને તળાવમાં મૂકી દેતા.

ગંગારામની ઉંમર લગભગ 125 વર્ષ હતી. આ વાતના કોઇ ખાસ પુરાવા ગામવાળા પાસે નથી. ગંગારામ એટલો પ્રિય કે ગામવાળાનો ગંગારામ પ્રત્યેનો પ્રેમ જોઇ અધિકારીઓએ ગામમાં જ પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી દીધી. ગ્રામજનોએ ઢોલ-મંજીરાની સાથે ગંગારામની અંતિમયાત્રા કાઢી અને રડતા-રડતા મગરમચ્છ ગંગારામનો દફનાવ્યો.

ગામવાળા ગંગારામને દેવની જેમ જ પૂજી રહ્યા છે. ગ્રામીઓએ કયારેય ગંગારામને હેરાન કર્યો નથી. હવે તેની યાદમાં મંદિર પણ બંધાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન