કાચાપોચા ન જુએ આ Video, મગરમચ્છના મોંઢામાં માથું નાંખવું ભારે પડ્યું આ વ્યક્તિને - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • કાચાપોચા ન જુએ આ Video, મગરમચ્છના મોંઢામાં માથું નાંખવું ભારે પડ્યું આ વ્યક્તિને

કાચાપોચા ન જુએ આ Video, મગરમચ્છના મોંઢામાં માથું નાંખવું ભારે પડ્યું આ વ્યક્તિને

 | 1:21 pm IST

સ્ટંટના નામે આજ કાલ એવા એવા જીવ સટોસટીના ખેલ રચાય છે કે છાતીના પાટિયા બેસી જાય. હાલ એક એવો વીડિયો વાઈરલ થયો છે જેને જોતા જ તમારા રૂવાંડા ઊભા થઈ જાય અને હ્રદયના ધબકારા વધી જાય. થાઈલેન્ડમાં એક વ્યક્તિને મગરમચ્છ સાથેનો સ્ટંટ ભારે પડી ગયો. આ સ્ટંટમાં સ્ટંટમેન મગરમચ્છનું મોઢું ખોલીને તેમાં પોતાનું માથું રાખે છે. પરંતુ અચાનક જ મગર તે વ્યક્તિના માથાંને મોંઢામાં દબાવી દે છે. આ સમગ્ર ઘટનાને એક પર્યટકે પોતાના કેમેરામાં કેદ કરી લીધી. 16 જુનના રોજ યુટ્યુબ પર શેર કરાયેલા આ વીડિયોથી લોકો હચમચી ગયા છે. વ્યક્તિ ઝૂમાં કામ કરે છે. મગરમચ્છ જેવો વ્યક્તિના માથાંને પોતાના જડબાથી દબાવે છે કે વ્યક્તિની ચીસ નીકળી જાય છે. જો કે મગરમચ્છ તેને થોડો હલાવીને પટકી દે છે અને પાણીમાં પાછો જતો રહે છે.

;