પાક.ને ઘેરવા માટે ભારતે યુએનમાં બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો - Sandesh
  • Home
  • World
  • પાક.ને ઘેરવા માટે ભારતે યુએનમાં બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો

પાક.ને ઘેરવા માટે ભારતે યુએનમાં બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો

 | 3:33 am IST

જિનીવા/ન્યૂયોર્ક :

ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પહેલી વાર બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો છે. જિનીવામાં યુએનની માનવઅધિકાર કાઉન્સિલની ૩૩મી બેઠકમાં ભારતે કહ્યું હતું કે પાકિસ્તાનમાં બલૂચિસ્તાન અને પાક.કબજા હેઠળનાં કાશ્મીરમાં મોટાપાયે માનવઅધિકારનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાક્રમની વચ્ચે ન્યૂયોર્કમાં યુએનનાં વડા મથકની બહાર પાકિસ્તાન સામે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યાં હતાં અને “બલૂચિસ્તાન બીજું બાંગ્લાદેશ” એવા નારા લગાવાયા હતા. ભારતે આ મહિને પાકિસ્તાનને ત્રણ તરફથી ઘેરવાની તૈયારીઓ કરી છે, હવે ભારત, અફઘાન અને અમેરિકા ત્રણેય સાથે મળીને પાકિસ્તાન પર દબાણ લાવશે.

ભારતે કહ્યું હતું કે પાકિસ્તાનનો ટ્રેકરેકોર્ડ ખૂબ જ ખરાબ છે. જિનીવામાં યુએન ખાતે ભારતના કાયમી પ્રતિનિધિ અજિતકુમારે કહ્યું હતું કે કાશ્મીરમાં અશાંતિનું મુખ્ય કારણ સીમાપારથી કરવામાં આવતો આતંકવાદ છે.

ભારત બલૂચિસ્તાનની મદદ કરોના નારા

બલૂચ કાર્યકરોના એક સમૂહ દ્વારા ન્યૂયોર્ક યુએનના વડા મથક બહાર પાકિસ્તાનની વિરૂદ્ધ પ્રદર્શન કરાયાં હતાં. તેમણે આઝાદીની બુલંદ માગ કરી હતી. “ભારત બલૂચિસ્તાનની મદદ કરો” તેવા નારા લાગ્યા હતા. ફ્રી બલૂચિસ્તાન મૂવમેન્ટ દ્વારા આ માગ કરવામાં આવી છે.

“બલૂચિસ્તાનમાં માનવઅધિકારોનો ભંગ બંધ કરો” બલૂચિસ્તાનમાં બોમ્બમારો બંધ કરો”

અને “બલૂચિસ્તાન એ પાકિસ્તાન નથી”

“યુએન… યુએન તુમ કહાં હો” એવા નારા લાગ્યા હતા.

પાકિસ્તાનને ત્રણ તરફથી ઘેરવાનો વ્યૂહ

સપ્ટેમ્બરમાં યુએન જનરલ એસેમ્બ્લી દરમિયાન ન્યૂયોર્કમાં ભારત-અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચે વાતચીત થશે જેમાં આતંકવાદવિરોધી ત્રણેય દેશોના વ્યૂહને વધારે મજબૂતી મળશે.  ભારતનાં પીએમ મોદીએ ૧૫ ઓગસ્ટે બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યા પછી ભારતે પહેલી વાર યુએનમાં બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન