પાક.માં હિંદુ વિવાહ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી

48

ઇસ્લામાબાદ :

પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓના લગ્ન માટેના બિલને રાષ્ટ્રપતિ મમનૂન હુસેને મંજૂરી આપતા એ કાયદો બની ગયો છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ પાકિસ્તાનના હિંદુઓના લગ્નના નિયમન માટે એક ખાસ  પર્સનલ લો મળી ગયો છે. આ કાયદાને પગલે હવે પાકિસ્તાનમાં હિંદુ લઘુમતીઓના લગ્નને કાનૂની માન્યતા મળશે.

વડા પ્રધાન કાર્યાલય તરફથી આવેલા એક નિવેદનમાં કહ્યું છે કે વડા પ્રધાન નવાઝ શરીફની સલાહ પર પાકિસ્તાનના ઇસ્લામી ગણરાજ્યના હિંદુ વિવાદ વિધેયક ૨૦૧૭ને મંજૂરી આપી છે. આ કાયદાનો હેતુ હિંદુ પરિવારોને કાયદેસરના અધિકારો અને હિતોનું રક્ષણ કરતાં લગ્નો, પરિવારો, માતાઓ અને તેમના બાળકોનું રક્ષણ કરવાનો છે.