પાક.માં મૌલાનાનાં ધરણા રાજકારણની ખામી ઉજાગર કરે છે - Sandesh
  • Home
  • Columnist
  • પાક.માં મૌલાનાનાં ધરણા રાજકારણની ખામી ઉજાગર કરે છે

પાક.માં મૌલાનાનાં ધરણા રાજકારણની ખામી ઉજાગર કરે છે

 | 2:51 am IST

કરન્ટ ઇશ્યૂ

ઇસ્લામાબાદ તાજેતરના વર્ષમાં ત્રીજા મોટા ધરણાનું સાક્ષી બની રહ્યું છે. હાલમાં મૌલાના ફઝલુર રહેમાન અને તેમની પાર્ટી જમિયત ઉલેમા એ ઇસ્લામના ત્યાર બાદ ૨૦૧૪ના ઇમરાન ખાનના ધરણા અને ૨૦૧૭માં બારેલવી તહેરીક એ લેબિક પાકિસ્તાનના ધરણા યોજાયા હતા. ૨૦૧૪ અને ૨૦૧૭નાં ધરણાએ ખાસ કંઈ ઉકાળ્યું નહોતું પરંતુ મોલાનાના ધરણાએ રંગ રાખ્યો છે. ૨૭ ઓક્ટોબરથી કરાચીના આઝાદ મેદાનની ૩૧ ઓક્ટોબરે શરૂ થયેલી અને ૩૧ ઓક્ટોબરે ઇસ્લામાબાદ પહોંચેલી આઝાદી માર્ચ ખૂબ મોટી હતી અને અગાઉની બે કરતા વધારે મોટી હતી. મોલાનાની માર્ચ ઇમરાન ખાનની લીડરશિપને સીધો પડકાર છે. પાક.ના વડા પ્રધાન ઇમરાન ખાન આ નવી મુસીબતમાં ફસાયા છે. દેશની ડગમગી રહેલી અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિ અંગે ભારે દબાણની વચ્ચે એક શખ્સ તેમની પાછળ પડી ગયા છે. આ હજરતનું નામ છે મૌલાના ફજલ અર રહેમાન અને તેઓ પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી જમિયત ઉમેલા એ ઇસ્લામના પ્રમુખ છે. તેમને મોલાના ડીઝલ પણ કહેવાય છે તેમના પિતા ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં આઝાદી માર્ચનું નેતૃત્વ કરી રહેલા મૌલાના ફઝલુર રહેમાને વડા પ્રધાન ઇમરાન ખાન સૈન્યના ઇશારે કામ કરી રહ્યા છે અને દેશમાં જાહેર કર્યા વિના જ માર્શલ લો ચાલી રહ્યો હોવાના આક્ષેપ કરતાં ઇમરાન ખાનને બે દિવસમાં રાજીનામું આપવા મહેતલ આપી છે. પરંતુ મૌલાનાના આ આક્ષેપ સામે સ્વયં સૈન્યે મોરચો સંભાળી લીધો છે. પાકિસ્તાની સૈન્યે શનિવારે ચેતવણી આપી હતી કે દેશમાં કોઈને અસ્થિરતા અને અવ્યવસ્થા પેદા કરવા નહીં દેવાય. ઇસ્લાબાદ ખાતે રેલીને સંબોધતાં રહમાને ઇમરાન ખાનને પાકિસ્તાનના ગોર્બોચોવ જાહેર કરતાં ઇમરાનને શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા લોકોના સંયમની કસોટી લીધા વિના ઇમરાન બે દિવસમાં પદ છોડી દે. તેમણે કહ્યું હતું કે, સંસ્થાઓ નહીં પણ માત્ર પાકિસ્તાનના લોકોને આ દેશ પર શાસન કરવાનો અધિકાર છે. રહેમાને એમ પણ જણાવ્યું હતું કે, આપવામાં ‘મૌલાના વરિષ્ઠ રાજનેતા છે. તેમણે તે સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ કયા સંસ્થાનની વાત કરે છે. પાકિસ્તાનની સશસ્ત્ર સેના પક્ષપાત વિનાની સંસ્થા છે કે, જે હંમેશાં લોકશાહી સરકારને સમર્થન આપે છે. સૈન્ય તટસ્થ છે અને બંધારણીય રાહે ચૂંટાઈને આવેલી સરકારનું સમર્થન કરે છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘દેશમાં કોઈને અસ્થિરતા પેદા કરવા નહીં દેવાય કેમ કે દેશ અવ્યવસ્થા સહેવાની સ્થિતિમાં નથી.’ ‘સૈન્યે આ પ્રકારના નિવેદન આપવાથી બચવું જોઈએ. આવા નિવેદન સૈન્યની નિષ્પક્ષતાનું ઉલ્લંઘન છે. આ નિવેદન કોઈ રાજકારણી તરફથી આવવું જોઈતું હતું, ના કે સૈન્ય તરફથી.’મૌલાનાએ કહ્યું હતું કે,’એ વાત સ્પષ્ટ છે કે શાસક ઇમરાન ખાનને પદ છોડવું પડશે અને નિષ્પક્ષ ચૂંટણીના માધ્યમથી નવો શાસક ચૂંટવાની તક આપવી પડશે. તે સ્પષ્ટ છે કે, તેના સિવાય કોઈ વિકલ્પ નથી. રહેમાને કહ્યું હતું કે, હાલમાં ઇસ્લામાબાદ બંધ છે પરંતુ હવે સમગ્ર દેશ બંધ રાખવો પડશે. અમે રોકાયા વિના સંઘર્ષ જારી રાખીશું. આ આંદોલન અને ભીડ ઇમરાન ખાનને સત્તા પરથી દૂર કરવા સુધી યથાવત્ રહેશે.’ મૌલાનાએ ઇમરાન પર રાજીનામું આપવા દબાણ કરવા ગયા સપ્તાહે ઇસ્લામાબાદ સુધી સમર્થકો સાથે આઝાદી માર્ચનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ઇમરાન ખાનને ગેરકાયદે શાસક ગણાવ્યા હતા. તેમણે શુક્રવારે ઇમરાનને રાજીનામું આપવા બે દિવસની મહેતલ આપી હતી. ।સચ્ચાઈ એ છે કે પાકિસ્તાનની જનતા સ્થાપિત પાર્ટીઓના શાસનથી એટલી હતાથ થઈ ચૂકી છે કે તેણે મૌલાના ફઝલુર ઉર રહેમાન જેવા લોકોમાં પણ એક આશાનું કિરણ નજર ચડી રહ્યું છે. ઈમરાન પોતાના ચૂંટણી વાયદો પૂરા કરવામાં સફળ રહ્યા નથી. મુલ્કની હાલતમાં બદલાવના કોઈ ઠોસ સંકેત હજુ સુધી મળ્યો નથી. ઇમરાનનું કહેવું છે કે પરિસ્થિતિ બદલવામાં સમય લાગશે. મૂળ ડર એ વાતનો છે કે મૌલાનાને આગળ કરીને ક્યાંય ચરમપંથી તત્ત્વની હાલતનો ફાયદો ઉઠાવવા માગતા નથી. જુબાની જમાખર્ચથી રાજ કરનાર સરકારોથી પરેશાન પાકિસ્તાન માટે આ વધારે ઘાતક હશે. આખી વાતમાં મજાની વાત એ છે કે મૌલાનાને પાકિસ્તાની લશ્કરનો ટેકો મળી રહ્યો છે. હાલના લશ્કરી વડાને અપાયેલ ૩ વર્ષીય વધારાના સમયગાળાને કારણે મૌલાના રોષે ભરાયા છે. એવું માનવામાં આવી રહ્યું છે. બાજવાના વિસ્તરણને કારણે લગભગ ૨૦ લેફ.જનરલ આગામી ૩ વર્ષમાં નિવૃત્ત થવાના છે. જેમાંના કેટલાક આર્મી ચીફની પોસ્ટ માટે દાવેદાર હતા અને વિસ્તરણને કારણે તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. આર્થિક રીતે ખસ્તાહાલ પાકિસ્તાનમાં આ વળી નવી મુસીબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન