Crow Appears Helping A Hedgehog Cross The Street video viral social media
  • Home
  • Featured
  • કાગડાએ જંગલી ઉંદર સાથે કર્યું એવું કામ, જોતજોતામાં 30 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો વીડિયો

કાગડાએ જંગલી ઉંદર સાથે કર્યું એવું કામ, જોતજોતામાં 30 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો વીડિયો

 | 1:16 pm IST

આજનો જે વીડિયો છે તે રસ્તો ક્રોસ કરાવવાને લઇને છે. પરંતુ માનવથી જોડાયેલો નથી. મતલબ કે કોઇ બાળક, વૃદ્ધ કે કોઇ દિવ્યાંગને રસ્તો ક્રોસ નથી કરાવ્યો. પરંતુ એક પક્ષીએ જમીન રહેનારા જીવને રસ્તો પાર કરવામાં મદદ કરી છે. તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આ વીડિયો જોઇને તમે ચોંકી જશો. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોને અત્યાર સુધી 30 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે હેજહોગને બચાવવા કાગડો તેને ધક્કો મારીને રસ્તો ક્રોસ કરાવી રહ્યો છે. આ વીડિયો એક કાર ચાલકે શૂટ કર્યો છે જેમા તમે જોઇ શકો છો કે કાર ચાલક રસ્તા પર હેજહોગ (જંગલી ઉંદર)ને જોઇને રસ્તા વચ્ચે ગાડી રોકી દે છે. જોકે ત્યારે ત્યાં એક કાગડો પહોંચે છે અને તે હેજહોગને તેની ચાંચ મારી મારીને રસ્તાના કિનારે ળઇ જાય છે. આમ કરીને તે હેજહોગનો જીવ બચાવી લે છે અને ત્યાંથી ઉડી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન