shradh 2019 crow gave bad and good sign pitru paksha
  • Home
  • Astrology
  • શ્રાદ્ધના સમયે છત પરનો કાગડો શુભ અને અશુભ બંન્ને પરિણામો લાવી શકે!, આ રીતે પડશે ખબર

શ્રાદ્ધના સમયે છત પરનો કાગડો શુભ અને અશુભ બંન્ને પરિણામો લાવી શકે!, આ રીતે પડશે ખબર

 | 3:29 pm IST

આજથી શ્રાધ્ધ પક્ષની શરૂઆત થઈ ચુકી છે. આ દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા સારા કર્મો કરે છે. કહેવાય છે કે આઓ શુભ સમય વર્ષમાં એક જ વાર આવે છે. આ સમયે કરવામાં આવેલ દાનથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ સમયે પિતૃઓની તૃપ્તી માટે કાગવાસ નાંખવામાં આવે છે.

કહેવાય છે કે કાગડાનું રૂપે પિતૃઓ તમારા માટે કેટલાક સંકેતો લઈને આવે છે. અને આવનારા સમય માટે સાવધ રહેવા સુચવે છે. આજે તમને ખાસ એ જણાવીશું કે આ શુભ અને અશુભ સંકેતો કેવા હોય છે જે આપણા પિતૃજન તરફથી આપણને મળે છે.

આ પણ વાંચો: સૂર્ય, શનિ અને મંગળ ગ્રહ કરશે ગોચર, જાણો તમામ રાશિઓ પર કેવી પડશે અસર

કહેવાય છે કે આ સમય દરમિયાન જો કોઈ કાગડો તમારા ઘરમાં પોતાની ચાંચમાં ફળ કે ડાળી લઈને દેખાય તો તેનો મતલબ છે કે તમે જે કાર્યનું વિચારી રહ્યા છો તે જરૂરથી પૂર્ણ થશે.

જો શ્રાધ્ધના સમયે ગાયની પીઠ પર કાગડો બેઠેલો દેખાય તો આનો મતલબ છે કે તમને ખુબજ જલ્દી ધનની પ્રાપ્તિ થશે. જો કાગડો ઉંટની પીઠ પર બેઠેલો મળે તો યાત્રા ફળશે. જો કાગડો માટીથી ખરડાયેલો જોવા મળે તો એ સ્થાને વરસાદ થશે તે નક્કી છે.

કહેવાય છે તે શ્રાધ્ધના સમયે જો કાગડો અનાજ પર બેસે તો તમારા જીવનમાં ધનધાન્યની કોઈ કમી નહીં રહે. સાથે તમને અચાનક ક્યાંકથી ધનની પ્રાપ્તિ થશે. શ્રાધ્ધના સમયે જો કાગડો તમારા ઘર પાસે આવીને મીઠું મીઠું બોલે તો સમજી લેવું કે મહેમાન તમારે ત્યાં આવવાનું વિચારી રહ્યા છે.

શ્રાધ્ધના સમયે જો કાગડો તમારા ઘરે તમે જે કાગવાસ નાખો અને સામેથી તે ગ્રહણ કરે અને પછી તેના પગથી માંથુ ખંજવાળે તો સમજી લો કે કાર્ય સફળ થશે. જો કાગડો ભોગ ખાઈને કુંવા કે પાણી ભરેલ પાત્ર પર બેસે તો સમજી લો કે તમારી ખોવાયેલી વસ્તુ પરત મળશે.

આ Video જુઓ: જાણો માં અંબાની કૃપા મેળવવાના ઉપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન