crowd at the Ujjain Mahakal temple became uncontrollable
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભીડ બની બેકાબૂ, અનેક લોકો ઈજાગ્રસ્ત સાથે કોરોનાને ખુલ્લુ આમંત્રણ, જુઓ Video

ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભીડ બની બેકાબૂ, અનેક લોકો ઈજાગ્રસ્ત સાથે કોરોનાને ખુલ્લુ આમંત્રણ, જુઓ Video

 | 11:52 am IST
  • Share

દેશભરમાં હજુ કોરોના વકરી રહ્યો છે. હાલમાં ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે. ત્યારે ઘણી જગ્યાએ લોકો તમામ નિયમો તોડીને ભીડ કરી મુકે છે. તમે અવાર નવાર અનેક વીડિયો અને સમાચારમાં જોતા હશો કે લોકોની ભીડ ભેગી થાય છે જે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપે છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જે ઉજ્જૈનના મહાકાલ મંદિરનો છે. જેમાં ભક્તો મોટી સંખ્યામાં મહાકાલના દર્શન કરવા ઉમટ્યા હતા અને ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા. આપને જણાવી દઇએ કે, વિશ્વ વિખ્યાત મહાકાલ મંદિરમાં દર્શન માટે દરવાજાને સોમવારે 2 કલાક માટે ખોલવામાં આવ્યા હતા. અહી શ્રાવણનાં પહેલા સોમવારે ભક્તોમાં દર્શન માટે અંદર જવાની જાણે હરીફાઈ થઈ ગઇ હતી અને તેઓ એકબીજા પર ચડીને મંદિરની અંદર દોડ્યા હતા. સોમવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિને કારણે અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થયા હતા. મંદિરનાં 4 નંબરનાં ગેટ પરથી શ્રદ્ધાળુઓએ સુરક્ષિત બાઉન્ડ્રીને તોડી અંદર દોડી આવ્યા હતા. જો કે મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન