ખિસકોલીએ સ્ટંટ કરી ભલભલાને ચોંકાવી દીધા, વોટર સ્પોર્ટસની તસવીરો આવી સામે - Sandesh
NIFTY 10,757.25 +40.70  |  SENSEX 35,364.17 +117.90  |  USD 67.3150 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ખિસકોલીએ સ્ટંટ કરી ભલભલાને ચોંકાવી દીધા, વોટર સ્પોર્ટસની તસવીરો આવી સામે

ખિસકોલીએ સ્ટંટ કરી ભલભલાને ચોંકાવી દીધા, વોટર સ્પોર્ટસની તસવીરો આવી સામે

 | 9:04 am IST

સામાન્ય રીતે કોઇ પણ પ્રાણીઓના કરતબને જોવા માટે ભીડ જામતી હોય છે પરંતુ ટોરન્ટોમાં યોજાયેલી ટોરન્ટો ઇન્ટરનેશનલ બોટ શો ઇવેન્ટમાં એક નાનકડી ખિસકોલીએ વોટર સ્પોર્ટસ ઇવેન્ટમાં પર્ફોમ કરતા લોકો તેને જોવા માટે એકઠા થયા હતા. ખેલાડીઓને માફક ખિસકોલીએ લાઇફ જેકેટ પહેર્યું હતું અને ટોય બોટના દોરડાને મજબૂતીથી પકડયું હતું, જાણે દરિયાના મોજા પર સ્ટંટનો આનંદ લેતી હોય એવી અનુભૂતિ થઇ હતી. જ્યારે અન્ય સાથી ખિસકોલીએ બોટને પાણીમાં દોડાવીને વોટર સ્પોર્ટસની મજા માણી હતી. ઉછળતા પાણી વચ્ચે ખિસકોલીએ બરોબર બેલેન્સ જાળવ્યું હતું જ્યારે આગળ બોટ હંકારી રહેલી ખિસકોલીએ બોટ પલટે નહીં તે માટે સમતુલા જાળવી રાખી હતી.