crowned-to-be-the-richest-person-mukesh-ambani-s-biggest-shock
  • Home
  • Business
  • નવા વર્ષમાં મુકેશ અંબાણીને ફટકો, સૌથી અમીર વ્યક્તિનો તાજ છીનવાયો

નવા વર્ષમાં મુકેશ અંબાણીને ફટકો, સૌથી અમીર વ્યક્તિનો તાજ છીનવાયો

 | 10:05 am IST

ભારતીય ધનકુબેર મુકેશ અંબાણી અગણીત સંપત્તિના માલિક છે. બ્લૂમબર્ગના આંકડાઓ અનુસાર તેમની નવી નૈટ વર્થ 44.3 બિલિયન ડૉલર અથવા 3 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. એટલુ જ નહી મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર શખ્સ છે, તેઓ અરબપતિઓની યાદીમાં 12માં નંબર પર આવે છે. પણ જો વાત રોકડ રકમની કરવામાં આવે તો મુકેશ અંબાણી દેશના બીજા અરબપતિઓની સરખામણીમાં ખુબજ પાછળ છે. મુકેશ અંબાણી ચોથા સ્થાને આવે છે.

મુકેશ અંબાણીથી આગળ નીકળ્યા આ અરબપતિ

રોકડ રકમના મામલે મુકેશ અંબાણીથી આગળ છે વિપ્રોના અજીમ પ્રેમજી. છેલ્લા 3 વર્ષથી અજીમ પ્રેમજી મુકેશ અંબાણીને પાછળ રાખ્યા છે. આ ત્રણ વર્ષમાં અજીમ પ્રેમજીને 10,115 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. અજીમ પ્રેમજી સિવાય કેટલાયે બિઝનેસમેન છે જે આ બાબતે મુકેશ અંબાણી કરતા આગળ છે. વેદાંતાના અનિલ અગ્રવાલ 9159 કરોડની કમાણી સાથે બીજા નંબર પર છે. તો HCL ટેકનોલોજીના શિવ નાડર 6492 કરોડની કમાણી સાથે ત્રીજા નંબર પર છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ અરબપતિઓને ઈક્વિટી ડિવીડન્ડ અને શેર બાયબેકથી 20 હજાર કરોડથી વધારાની કમાણી કરી છે.

ચોથા નંબર પર છે મુકેશ અંબાણી

કમાણીના મામલે ચોથા નંબર પર છે મુકેશ અંબાણી, ભલે મુકેશ અંબાણી રોકડ રકમમાં પાછળ હોય પણ સંપત્તિના મામલે દેશના દરેક બિઝનેસમેનથી આગળ છે. આંકડાઓ દર્શાવે છે કે મુકેશ અંબાણીની સંપત્તિ ભારતની કુલ GDPનો 1.6 ટકા ભાગ છે. દુનિયામાં 500 સૌથી અમીર લોકોની કુલ સંપત્તિમાં મુકેશ અંબાણીની ભાગીદારી 0.9 ટકા છે.